Samsung Galaxy A8sમાં યૂઝર્સને નહીં મળે આ સુવિધા

Samsung Galaxy A8s સ્માર્ટફોન લૉન્ચ થતા પહેલા જ પોતાના ફીચર્સને લઇને ઘણો ચર્ચામાં છે. તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે સેમસંગ પ્રથમ વખત પોતાના કોઈ સ્માર્ટફોનમાં ઇનફિનિટી-ઓ ડિસ્પ્લે આપી રહ્યું છે, જે પોતાનામાં ખૂબ રસપ્રદ છે. આ ડિસ્પ્લેમાં સેલ્ફી કેમેરા માટે ઉપરની ડાબી બાજુ એક કટઆઉટ હાજર છે. યૂઝર્સમાં સેમસંગ સિવાય આ નવા ફીચરને લઇને ઘણી ઉત્તેજના છે. એટલું જ નહીં, ફોનને SM-G8870 નામની સાથે એફસીસી સત્તાવાર સર્ટિફાઇડ કરી દીધુ છે.

સેમસંગ ગેલેક્સી એ8એસને લઇને હવે તાજા સમાચાર સામે આવી રહ્યાં છે, તે મુજબ સેમસંગના આ ફોનથી 3.5 એમએમના હેડફોન જેકને નિકાળી દીધો છે. હેડફોન જેકની જગ્યાએ હોઇ શકે છે કે કંપની પ્રીમિયમ ઑડિયો ક્વોલિટી માટે ડિજીટલ ટૂ એનાલૉગ કન્વર્ટર (DAC) તૈયાર કરાવાય. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એચટીસી અને વનપ્લસે પોતાના હેડફોન જેક્સને આ નવી ટેકનૉલોજી સાથે રિપ્લેસ કરી દીધુ છે. વર્ષ 2016માં એપલે આઈફોન 7માં ડીએસીનો પ્રયોગ કર્યો હતો, જે ઘણો સફળ રહ્યો હતો. અહેવાલ છે કે સેમસંગ ગેલેક્સી એ8એસની સાથે જ ગેલેક્સી એસ 10થી પણ હેડફોન જેકને હટાવવાની છે.

જો વાત ફોનના ફીચર્સની કરીએ તો ગેલેક્સી એ8એસમાં 6.39 ઈંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. 6જીબી રેમ+128 જીબી સ્ટોરેજની સાથે આવનારા આ ફોનમાં સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જો યૂઝર્સ ઈચ્છે તો આ ફોનની મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે. આ સાથે જ આશા સેવાઈ રહી છે કે ફોનના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપની સાથે જ સેલ્ફી માટે 24 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અપાઇ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter