ત્રિપલ રિયર કેમેરા વાળો Samsungનો આ સ્માર્ટફોન થયો સસ્તો, મર્યાદિત સમય માટે છે ઑફર

સેમસંગ એવી કંપની છે જે સામાન્ય રીતે પોતાના સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કરતી રહે છે. ફરી કવાર કંપનીએ પોતાના ત્રિપલ રિયર કેમેરા વાળા સ્માર્ટફોનની કિંમત ઘટાડી છે. આ સ્માર્ટફોન છે Galaxy A7(2018). સેમસંગે સપ્ટેમ્બર મહિનામાં તેના બે વેરિએન્ટ્સ લૉન્ચ કર્યા હતાં.

64 જીબી રેમ વાળા સ્માર્ટફોનની કિંમત 23,990 રૂપિયા હતી તો 128 જીબી રેમ વેરિએન્ટની કિંમત 28,990 રૂપિયા હતી. તેવામાં હવે આ સ્માર્ટફોન પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે આ ડિસ્કાઉન્ટ ફક્ત 128 જીબી વેરિએન્ટ પર જ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ તમને આ સ્માર્ટફોન 26,990 રૂપિયામાં મળી રહ્યો છે. જણાવી દઇએ કે આ ઑફર ફક્ત 30 નવેમ્બર સુધી જ માન્ય છે. સાથે જ આ ઑફરનો લાભ ફક્ત ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર જ લઇ શકાશે.

Galaxy A7(2018)ના સ્પેસિફિકેશન્સ

Galaxy A7માં ૬ ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવેલી છે. આ સ્માર્ટફોન સેમસંગના ઇન-હાઉસ પ્રોસેસર ઓક્ટાકોર Exynos 7885માં ચાલે છે. ડિસ્પ્લે એક્સ્પક્ટ રેશ્યો ૧૮.૫:૯નું છે અને આ ફોનમાં ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં પણ આવેલું છે. આ ડીવાઈસમાં Android 8.0 Oreo આધારે સેમસંગ એક્સપીરીઅંસ યુજર ઇન્ટરફેસ પણ આપવામાં આવેલું છે.આ સ્માર્ટફોનમાં તમને ફિંગરપ્રિન્ટ જોવા નહિ મળે, કેમ કે તેને પાવર બટનની સાથે સાઇડમાં આપવામાં આવેલું છે.

ફોટોગ્રાફી માટે Galaxy A7માં રીયર ત્રિપલ કેમેરા મોડ્યુલ આપવામાં આવેલા છે. આ ફોનમાં એક સેન્સર ૨૪ મેગાપિક્સલ જેનું અપર્ચર f/૧.૭ છે, બીજા ૮ મેગાપિક્સલમાં અલ્ટ્રા વાઇડ સેન્સર છે જેનું અપચર f/૨.૪ છે અને ત્રીજામાં ડેપ્થ સેન્સર છે જે ૫ મેગાપિક્સલનો છે. જેનું અપર્ચર f/૨.૨ છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં એલઇડી ફ્લેશની સાથે ૨૪ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલો છે. ફ્રન્ટ કેમેરામાં લાઇવ ફોકસ અને લાઈટીંગ મોડ સપોર્ટ આપવામાં આવેલું છે. જે હેઠળ સ્ટુડિયો લાઈટીંગ, ફિલટર્સ અને એઆર ઈમોજી આપવામાં આવેલા છે.

સેમસંગના જણાવ્યુ હતુ કે આ સ્માર્ટફેનથી ઓછી લાઈટમાં સારી ફોટોગ્રાફી થઈ શકશે. આ ફોનના કેમેરામાં સીન ઓપ્ટીમાઈજર ફીચર્સ છે જે કુત્રિમ ઇનટેલીજેન્સનો ઉપયોગ કરીને સિનોરિઓ ડિટેક્ટ કરીને કેમેરા સેટીંગસને એકજસ્ટ કરે છે.Galaxy A7માં ૩,૩૦૦ mAhની બેટરી આપવામાં આવેલી છે. કનેક્ટીવીટી માટે તેમાં વાયફાય, બ્લ્યુટુથ ૫.૦, જીપીએસ, હેડફોન જેકની સાથે યુએસબી ટાઇપ સી જેવા સારા ફીચર્સ આપવામાં આવેલા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter