GSTV

નવો સ્માર્ટફોન ખરીદવો હોય તો સૌ કોઈની પસંદ બન્યો છે આ કંપનીનો નવો મોબાઈલ, ફિચર્સ જોઈ કહેશો વાહ…

Last Updated on January 31, 2020 by Mayur

સેમસંગે પોતાના સ્માર્ટ ફોન Galaxy A51ને બુધવારે લોન્ચ કર્યો હતો. હવે આ ફોનનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. ગત્ત મહિને આ ફોનને વિયેતનામમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની લોન્ચિંગ Galaxy A71 સાથે કરવામાં આવી હતી. કંપનીએ આ સ્માર્ટ ફોનની કિંમત 23,999 રૂપિયા રાખી છે. આ કિંમત સિંગલ 6GB રેમ + 128GB સ્ટોરેજ વેરિએન્ટ છે.

ગ્રાહકો Galaxy A51ને દેશભરના રિટેલ સ્ટોર્સ, સેમસંગ ઓપેરા હાઊસ, સેમસંગ ઈ-શોપ અને પ્રમુખ ઓનલાઈન પોર્ટલથી ખરીદી શકે છે. લોન્ચ ઓફરની જો વાત કરવામાં આવે તો ગ્રાહકોને એમેઝોન પર ખરીદવા પર 5 ટકા કેશબેક મળશે. આ સાથે કંપની ગ્રાહકોને વન ટાઈમ રિપ્લેસમેન્ટનો ઓપ્શન પણ આપી રહી છે. ગ્રાહકો આ સ્માર્ટફોનને પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝમ ક્રશ વ્હાઈટ, પ્રિઝમ ક્રશ બ્લૂ કલરમાં ખરીદી શકે છે.

Samsung Galaxy A51 ના સ્પેસિફિકેશન

ડ્યુઅલ સિમ (નેનો) સપોર્ટ ધરાવતો આ સ્માર્ટ ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ One UI 2.0 પર ચાલે છે. ફોનમાં 6.5 ફૂલ HD+ (1080×2400 પિક્સલ) સુપર AMOLED ઈનફિનિટી O ડિસપ્લે આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં ઈન-ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ઓપ્શન પણ મળે છે. આ સ્માર્ટફોન 6GB રેમ અને 128GB સ્ટોરેજની સાથે ઓક્ટા-કોર Exynos 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કાર્ડની મદદથી ઈન્ટરનલ મેમરી 512GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનના રિયર ક્વોડમાં કેમેરા સેટ અપ પણ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઈમરી કેમેરા 48MPનો છે. સાથે જ 12MP અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા, 5MP મેક્રો કેમેરા અને 5MP ડેપ્થ કેમેરા પણ મળશે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32MPનો કેમેરો રાખવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની બેટરી 4,000mAhની છે અને 15W સુધીનું ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે.

READ ALSO

Related posts

નેનો યુરિયાને લઈને મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, હવે આ રીતે ગેમ ચેન્જર સાબિત થઇ આ ટેક્નિક

Pritesh Mehta

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!