GSTV
Gujarat Government Advertisement

Samsung Galaxy A50, Galaxy A30, Galaxy A10 ભારતમાં લૉન્ચ, જાણો કિંમત

Last Updated on February 28, 2019 by

સેમસંગ ગેલેક્સી A50ના 4GB રેમ/64 GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 19,990 રૂપિયા અને 6GB રેમ/64GB સ્ટોરેજની કિંમત 22,990 રૂપિયા છે. તો સેમસંગ ગેલેક્સી A30ની કિંમત 16,990 રૂપિયા અને ગેલેક્સી A30ની કિંમત 8490 રૂપિયા રાખવામાં આવી છે. જો વાત ઉપલ્બધતાની કરીએ તો Samsung Galaxy A50 અને Samsung Galaxy A30નું વેચાણ 2 માર્ચથી શરૂ થશે. તો Samsung Galaxy A10 ફોન 20 માર્ચથી વેચાણ માટે મૂકાશે.

Samsung Galaxy A50 સ્પેસિફિકેશન

Samsung Galaxy A50માં 6.4 ઈંચની ફુલ-એચડી+ સુપર એમોલેડ ઇનફિનિટી યૂ સ્ક્રીન છે, જેનું રેઝૉલ્યુશન 1080×2340 પિક્સલ છે. ફોનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ગેલેક્સી A50ને 4GB રેમ/64GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 6GBરેમ/128 GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા તેની મેમરી 512GB સુધી વધારાઈ શકે છે. એન્ડ્રૉઈડ પાઈ પર આધારીત વન યૂઆઈ પર ચાલતા આ ફોનમાં ઑક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવતા આ ફોનમાં 4000 એમએએચની બેટરી આપી છે. જો કેમેરાની વાત કરવામાં આવે તો તેમાં ત્રણ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 25 મેગાપિક્સલ (એફ/1.7 અપર્ચર)+ 5 મેગાપિક્સલ (એફ/2.2 અપર્ચર)+ 8 મેગાપિક્સલ (એફ/2.2 અપર્ચર)ના રિયર કેમેરાની સાથે એફ/2.0 અપર્ચરવાળો 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A30 સ્પેસિફિકેશન

Samsung Galaxy A50ની જેમ જ A30માં 6.4 ઈંચની ફુલ-એચડી+ સુપર એમોલેડ ઈનફિનિટી યૂ સ્ક્રીન છે, જેનું રેઝોલ્યૂશન 1080×2340 પિક્સલ છે. ફોનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ફોનને ઑક્ટાકોર પ્રોસેસરની સાથે 3 જીબી અને 4 જીબી રેમ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 32 જીબી/64 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. એન્ડ્રૉઈડ પાઈ પર આધારીત વન યૂઆઈ પર ચાલતા આ ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે 4000 એમએએચ બેટરી આપવામાં આવી છે. જો વાત કેમેરાની કરીએ તો ફોનમાં 16+5 મેગાપિક્સલનો રિયર અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A10 સ્પેસિફિકેશન્સ

કંપનીના આ બજેટ સ્માર્ટફોનમાં 6.2 ઈંચનું એચડી+ઈનફિનિટી વી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનું રેઝૉલ્યૂશન 720*1520 પિક્સલ છે. ફોનમાં ઑક્ટા-કોર એક્સીનૉસ 7884 પ્રોસેસરની સાથે 2GB રેમ આપવામાં આવી છે. ઈન્ટરનલ સ્ટોરેજ 32GB છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 GB સુધી વધારી શકાય છે. Galaxy A10 એન્ડ્રોઈડ પાઈ પર આધારીત વન યૂઆઈ પર ચાલે છે. જો કેમેરાની વાત કરીએ તો એફ/1.9 અપર્ચરવાળો 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Samsung Galaxy A10ની બેટરી 3400 એમએએચ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!