સેમસંગે લોન્ચ કર્યો ફોલ્ડેબલ સ્માર્ટફોન, આ છે ખાસિયતો

સેમસંગે લગભગ 2 વર્ષની રાહ જોવડાવ્યા બાદ આખરે પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનની લોન્ચિંગ ગુરૂવારે સેમસંગના ડેવલર કોન્ફરન્સમાં થઈ. સેમસંગે પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ઉપયોગમાં લીધેલી ટેકનોલોજીનું નામ ઈનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે આપ્યું છે. આ ફોનને આખો ખોલતા જ ટેબલેટ જેવી મોટી ડિસ્પ્લે મળશે અને તેને વાળવાથી તમારા ખિસ્સામાં આવી જશે.

સેન ફ્રાન્સિસ્કોમાં આયોજીત સેમસંગનાડેવલપર કોન્ફરન્સમાં લોન્ચ થયેલા આ ફોલ્ડેબલ ફોનમાં મુખ્ય ડિસ્પ્લે 7.3 ઈંચની છે,તો બીજી ડિસ્પ્લે 4.6 ઈંચની છે. ઈવેન્ટ દરમ્યાન કંપનીએ જણાવ્યું કે આગામી કેટલાંકમહિનામાં ફોનને મોટાપાયા પર તૈયાર કરવામાં આવશે, તેથી બજારની માંગને પૂર્ણ કરીશકાય.

જોકે, સેમસંગેપોતાના આ ફોલ્ડેબલ ફોન વિશે વધુ માહિતી આપી નથી અને હજી સુધી આ ફોનને કોઈ નામઆપવામાં આવ્યું નથી, પરંતુ લીક રિપોર્ટ મુજબ આશા સેવાઈ રહી છે કે આ ફોનને સેમસંગગેલેક્સી એફ સીરીઝ હેઠળ લોન્ચ કરાશે. અહીં જણાવવાનું કે સેમસંગ સિવાય હુવાવે અનેગૂગલ જેવી કંપનીઓ પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહી છે. અહેવાલ એવા પણ છે કેહુવાવે વર્ષ 2019માં 5જી સપોર્ટની સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter