GSTV

Samsung એ ભારતમાં લોન્ચ કર્યુ ફિટનેસ ટ્રેકર, 15 દિવસ સુધી ચાલે છે બેટરી

Samsung ફેસ્ટિવ સીઝનમાં સતત કંઈક ન કંઈક લોન્ચ કરી રહી છે. સ્માર્ટફોન બાદ હવે તેમાં પોતાનું નવુ ફિટનેસ ટ્રેકર લોન્ચ કર્યુ છે. જેને તેમાં ગેલેક્સી ફિટ2 (Galaxy Fit2)નામ આપ્યુ છે. ગેલેક્સી ફિટ 2 સ્લિમ, લાઈટવેટ, લાંબા સમયગાળાવાળી અને ટ્રેકિંગ ફીચર્સથી લેસ છે. આમાં સૌથી ખાસ વાત તેની બેટરી લાઈફ છે.

કિંમત 3999 રૂપિયા છે

તેનો વજન 21 ગ્રામ છે અને 159 mAh બેટરીથી લેસ છે. આ બેટરીની સાથે આ એક વખત ચાર્જમાં 15 દિવસ સુધી કામ કરી શકે છે. તેની કિંમત 3999 રૂપિયા છે અને આ બે રંગ કાળા અને સ્કારલેટમાં ઉપલબ્ધ છે. તેનુ વેચાણ 16 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યુ છે. Galaxy Fit2 માં એક ઈંડેંટેડ સ્ટ્રિપ છે જે પરસેવાને જમા થવા દેતા નથી.

ગેલેક્સી S20 એફસીનો 256GB વેરિએન્ટ લોન્ચ

Smasung એ ફિટનેસ ટ્રેકર પહેલા Galaxy S20 એફસી સ્માર્ટફોનનું 256GB વેરિએન્ટ (ફેન એડિશન) લોન્ચ કર્યુ હતુ. તેની કિંમત 53,999 રૂપિયા છે. Samsung S20 એફઈ (8GB-256GB) ના ક્લાઉડ નેવી રંગની પ્રી0પુકિંગ 17 ઓક્ટોબરથી સેમસંગ ડોટ કોમ સિવાય પ્રમુખ ઓફલાઈન અને ઓનલાઈન રિટેલ સ્ટોર્સ પર કરી શકાય છે. તેની ડિલિવરી 28 ઓક્ટોબર સુધી હશે.

ગેલેક્સી M31 પણ બજારમાં

Samsung એ છેલ્લા અઠાવાડિયે M31 પ્રાઈમને લોન્ચ કર્યો છે. જે સ્માર્ટફોનનું એક વિશેષ સંસ્કરણ છે. ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખતા 6000mAh ની શક્તિશાળી બેટરીને ધ્યાનમાં રાખતા તેને અમેજોન ડોટ ઈનની સાથે સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવ્યુ છ. આ સ્માર્ટફોનની કિંમત 16,499 રૂપિયા રાખવામા આવી છે અને આ ત્રણ રંગમાં ઉપલબ્ધ છે. ઓશેન બ્લૂ, સ્પેસ બ્લેક અને સૌથી નવો આઈસબર્ગ બ્લૂ.

READ ALSO

Related posts

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

Bansari

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!