તહેવારો માટે સેમસંગ ફેસ્ટિવ ઓફર્સ લઈને આવ્યુ છે. જેના દ્વારા હવે તમે મફતમાં સ્માર્ટફોન મેળવી શકો છો. હા, ફેસ્ટિવ સિઝનમાં સેમસંગ યુઝર્સ માટે ખાસ હોમ ફેસ્ટિવ ઓફર લઈને આવ્યું છે. જે આજથી એટલે કે 5 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 20 નવેમ્બર સુધી ચાલશે. આ સેલમાં યુઝર્સને સેમસંગ(SAMSUNG)ના ઘરેલુ ઉપકરણોની ખરીદી પર ગેલેક્સી ફોલ્ડ, ગેલેક્સી એસ 20 અલ્ટ્રા અને ગેલેક્સી નોટ 10 લાઇટ જેવા પ્રીમિયમ સ્માર્ટફોન મળી રહ્યાં છે. જણાવી દઈએકે, ઓફરમાં કંપની તેના ઉત્પાદનોની ખરીદી પર 20 હજાર રૂપિયા સુધીની કેશબેક આપી રહી છે.

ટીવી ખરીદવા પર ગેલેક્સી ફોલ્ડ અને S20 અલ્ટ્રા ફ્રી રહેશે
સેમસંગની આ ખાસ ફેસ્ટિવ ઓફરમાં સેમસંગ QLED 8K ટીવીના 85 ઇંચ, 82 ઇંચ અને 75 ઈંચવાળા વેરિએન્ટની સાથે ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોન ફ્રી મળશે.તો, કંપની આ દરમ્યાન 75 ઈંચની ઉપરવાળા QLED ટીવી સાથે ગેલેક્સી S20 Ultra સ્માર્ટફોન ઓફર કરી રહી છે. તેના સિવાય 55 ઈંચના QLED અને 65 ઈંચનાં UHD ટીવીની સાથે ગેલેક્સી A21s મળી રહ્યો છે. જો તમે સેમસંગનાં 65 ઈંચવાળા QLED,QLED 8K સિવાય 70 ઈંચ અથવા તેની ઉપરનું Crystal 4k યૂએચડી ટીવી મોડલ ખરીદો છો, તો તમને ગેલેક્સી A31 સ્માર્ટફોન ફ્રી મળશે.

એટલું જ નહીં, આ ઉત્સવની ઓફર દરમિયાન યુઝર્સને 3 વર્ષની વોરંટી અને ઓછામાં ઓછી 990 રૂપિયાની ઇએમઆઈની સાથે 20 હજાર રૂપિયા સુધીનું કેશબેક આપવામાં આવશે. કંપની 3 વર્ષ (1 + 2 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી) પેનલ પર આપી રહી છે. આ સાથે, QLED ટીવી પર 10 વર્ષ માટે નો-સ્ક્રીન બર્ન ઈન વોરંટીમાં આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કંપની તમામ ટીવી મોડેલો સાથે ઓટીટી અને ડીટીએચના આકર્ષક ડીલ્સ પણ આપી રહી છે.

રેફ્રિજરેટરની ખરીદી પર 15 ટકા સુધીની કેશબેક ઓફર
સેમસંગ ફેસ્ટિવ હોમ ઓફરમાં, તમે શાનદાર સેમસંગ રેફ્રિજરેટર પણ બેસ્ટ ડીલમાં ખરીદી શકો છો. કંપની તેના ફ્લેગશિપ Spacemax ફેમિલી હબ રેફ્રિજરેટર સાથે ગેલેક્સી નોટ 10 લાઇટ સ્માર્ટફોન મફતમાં આપી રહી છે. તો, સેમસંગ કર્ડ મેસ્ટ્રો ફ્રિજની ખરીદી પર યુઝર્સને 15 ટકા સુધીનું કેશબેક ઓફર આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કંપની IoT સપોર્ટ સાથે ફેમિલી હબ રેફ્રિજરેટર્સ પર 20 ટકા સુધીનું કેશબેક ઓફર કરી રહી છે. આની સાથે કંપની સાઈડ-બાય-સાઈડ અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સને અનુક્રમે 2490 રૂપિયા અને 990 રૂપિયાની પ્રારંભિક ઇએમઆઈ સાથે ખરીદી શકાય છે. જણાવી દઈએકે, રેફ્રિજરેટર કોમ્પ્રેસર પર 10 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું