GSTV
Home » News » 4 કેમેરા વાળો આ પાવરફુલ સ્માર્ટફોન સસ્તામાં ખરીદો, ફરી નહી મળે આવી દમદાર ડીલ

4 કેમેરા વાળો આ પાવરફુલ સ્માર્ટફોન સસ્તામાં ખરીદો, ફરી નહી મળે આવી દમદાર ડીલ

ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે સેમસંગ ડેઝ સેલ શરૂ કર્યો છે. સેલમાં સેમસંગના સ્માર્ટફોન્સ પર 19 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોન્સમાં સેમસંગના બજેટ સ્માર્ટફોનથી લઇને પ્રિમિયમ સ્માર્ટફોન્સ પણ સામેલ છે.

સેમસંગ ડેઝ સેલમાં ડિસ્કાઉન્ટ સાથે પસંદગીના ફોન્સ પર નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. એક્સચેન્જ ઑફરમાં એક્સ્ટ્રા ઑફ પણ મળી રહ્યુ છે. 24 જાન્યુઆરીથી શરૂ થયેલી આ સેલ 27 જાન્યુઆરી સુધી ચાલશે.

આ સેલમાં તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવેલા ધાકડ સ્માર્ટફોન Samsung Galaxy A9 પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનની રિયલ પ્રાઇઝ 39 હજાર રૂપિયા છે. જ્યારે આ સેલમાં તમે આ દમદાર સ્માર્ટફોન 33,990 રૂપિયામાં ખરીદી શકો છો.

Samsung Galaxy A9 (2018)ના સ્પેસિફિકેશન

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 અને 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર, 8જીબી સુધી રેમ અને 128 જીબી સુધી સ્ટોરેજ મળશે.

સેમસંગ ગેલેક્સી એ9 2019માં 4 રિયર કેમેરા છે જેમાં એક 24 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ છે, બીજો લેન્સ 10 મેગાપિક્સલનો ટેલિફોટો છે જેમામં 2x ઓપ્ટિકલ ઝૂમ મળે છે. ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને ચોથો 5 મેગાપિક્સલનો લેન્સ છે. ચારેય કેમેરા એક જ લાઇનમાં ઉપરથી નીચે તરફ છે. ફ્રન્ટમાં 24 મેગાપિક્સલનો કેમેરા છે.

Samsung Galaxy A9 (2018)માં 3800 mAhની બેટરી છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં ફોનના પાવર બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોન બબલગમ પિંક, કેવિયર બ્લેક અને લેમોનેડ બ્લૂ કલર વેરિએન્ટમાં મળશે.

Read Also

Related posts

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur

પાકિસ્તાનની સંસદમાં બૅન થયો ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’

Kaushik Bavishi

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર અડગ, તેમના નિવાસ સ્થાન બહાર કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!