GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદનો કોરિયન કંપનીઓ ભરપુર ફાયદો ઉઠાવી રહી છે. ભારતમાં લોકો ચીનના સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોરિયમ કંપની ભારતના માર્કેટ પર કબજો જમાવવામાં વ્યસ્ત છે. ચીને ભારતના મોટા બજાર પર કબજો કર્યો છે, આવી સ્થિતિમાં કોરિયન કંપનીઓ પ્રયાસ કરી રહી છે કે, સ્માર્ટફોન માર્કેટ પર ચીનને હટાવી પોતે કબજો કરી લે.


સેમસંગ સતત આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ

આમાં સૌથી મોટો લાભ સેમસંગને થઈ રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. વધુમાં વધુ વેચાણ થાય તે માટે સેમસંગ સતત લોકોને ડિસ્કાઉન્ટ પર ફોન આપી રહ્યું છે. સેમસંગ સતત પ્રયાસો કરી રહ્યું છે કે, તેની પ્રતિસ્પર્ધી Vivoને પાછળ છોડી જૂન ક્વાર્ટરમાં નહીં તો સપ્ટેમ્બરના અંતમાં બીજા નંબર પર આવી જાય. …તો સેમસંગ ભારતની પ્રથમ કે બીજી મોટી સ્માર્ટફોન કંપની બની જશે.

ચાઈનના વિરોધની સામે સ્ટોકની કમી

માર્કેટના નિષ્ણાતો કહે છે કે, હાલ જે પરિસ્થિતિ છે તે જોતા કહી શકાય કે, એન્ટી-ચાઈના સેન્ટીમેન્ટ અને દેશમાં ચાઈનીઝ બ્રાન્ડના સ્માર્ટફોનના નવા સ્ટોકની ઉપલબ્ધ ન હોવાનો સીધો સેમસંગને ફાયદો થશે. આગામી વર્ષ સુધીમાં કંપની ભારતની પ્રથમ કે બીજી મોટી કંપની તરીકે ઉભરી શકે છે.

સેમસંગને ઘી કેળા

સેમસંગે 4 બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા સેમસંગે બજારમાં તેની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે 10 દિવસની અંદર 10-20 હજારની રેન્જમાં 4 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કારણ કે અત્યારે આ સેગમેન્ટમાં સૌથી વધુ ડિમાન્ડ આવી રહી છે. આ બજેટ ફોન્સ છે, તેથી સૌથી વધુ વેચાણ આ રેન્જવાળા સ્માર્ટફોનનું થાય છે. એટલું જ નહીં સેમસંગ પણ સતત ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી યોજાશે અમેરિકામાં, ટ્રમ્પના હરીફ ઉમેદવારે જાહેરાત પાછળ ખર્ચ્યા 5.98 અબજ રૂપિયા

Pravin Makwana

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાઉદી અરેબિયાને ધમકી, ટેકો આપો નહીંતર મુસલમાન દેશોનું અલગ સંગઠન બનાવીશું

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!