GSTV
Home » News » ફાયદો જ ફાયદો! Samsung બ્લૂ ફેસ્ટ સેલમાં સસ્તામાં મળી રહ્યાં છે ધાંસૂ સ્માર્ટફોન સહિત આ પ્રોડક્ટ્સ

ફાયદો જ ફાયદો! Samsung બ્લૂ ફેસ્ટ સેલમાં સસ્તામાં મળી રહ્યાં છે ધાંસૂ સ્માર્ટફોન સહિત આ પ્રોડક્ટ્સ

 સેમસંગ Galaxy M10s સહિત કંપનીના અનેક પ્રોડક્ટ્સ પર બ્લૂ ફેસ્ટ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ 6 દિવસીય સેલ 19 નવેમ્બર સુધી ચાલશે. સેલ દરમિયાન HDFC બેન્ક ગ્રાહકોને સિલેક્ટેડ સ્માર્ટફોન્સની સાથે 10 ટકાનાં કેશબેકનો પણ લાભ મળશે. આ ઉપરાંત કંપની Galaxy S10  અને Galaxy Note 10 સીરીઝ સાથે એક્સેસરીઝ અને પ્રોડક્ટ્સ ખરીદવા પર પણ એડિશનલ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ સેમસંગ વાયરલેસ ચાર્જર, ગેલેક્સી વૉટ એક્ટિવ એન્ડ સ્ટ્રેપ કોમ્બો, AKG Y500, ગેલેક્સી ફ્રેન્ડ્સ કવર, ક્લિયર વ્યૂ કવર અને Galaxy Tab S5e પર મળશે.

બ્લૂ ફેસ્ટ સેલ અંતર્ગતનું આયોજન એક્સ્ક્લુઝીવ રીતે સેમસંગ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર પર કરવામાં આવ્યું છે. આ સેલમાં સેમસંગ Galaxy M10s 8,999 રૂપિયાના બદલે 7,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ જ રીતે Galaxy Note 9નું વ્ચાણ 42,999 રૂપિયા અને Galaxy S9નું વેચાણ 29,999 રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે. બંને ફોન્સને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ સાથે ખરીદવા પર 7.5 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. સાથે જ Galaxy Watch 42mm ડિસ્કાઉન્ટ બાદ 19,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.

સેમસંગના બ્લૂ ફેસ્ટ સેલમાં સ્માર્ટફોન્સ ઉપરાંત સ્માર્ટવૉચ પર 35 ટકા સુધીનું ડિસ્કાઉટ, ટીવી પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્, હાર્મન કાર્ડન ઑડિયો પ્રોડક્ટ્સ પર 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તથા JBL ઑડિયો પ્રોડક્ટ્સ પર 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. HDFC બેન્ક, ICICI બેન્ક અને Axis બેન્ક ગ્રાહક 10 ટકા સુધી કેશબેકનો ફાયદો ઉઠાવી શકે છે.

ઓનલાઇન સેલ સાથે જ સેમસંગે Galaxy S10 અને Galaxy Note 10 સીરીઝ સાથે બંડલ ઑફરની પણ ઘોષણા કરી છે. તેમાં Galaxy Watch Active અને Galaxy Tab S5e જેવી એસેસરીઝ અને પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ મળશે. કંપનીના દાવા અનુસાર સેમસંગ Galaxy S10, Galaxy S10+, Galaxy Note 10, અને Galaxy Note 10+ સાથે ખરીદવામાં આવનાર અનેક પ્રોડક્ટ્સ પર 32 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ બંડલ ઑફર 30 નંબર સુધી વેલીડ છે. આ સેમસંગ ઓનલાઇન સ્ટોરની સાથે જ સેમસંગ એક્સક્લૂઝિવ સ્ટોર પર પણ અપ્લાય થશે.

Read Also

Related posts

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva

ખંડણીખોર વિશાલ ગોસ્વામીના કોર્ટ વધુ બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!