આ કંપનીએ કરી જાહેરાત, આવતા વર્ષે આવશે 5જી સ્માર્ટફોન

Samsung આગામી વર્ષના મધ્ય એટલેકે પ્રથમ છ મહિના સુધીમાં પોતાનો 5જી ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. જેના માટે કંપનીએ અમેરિકન કેરિયર Verizon સાથે ભાગીદારી કરી છે. આ ફોન પહેલો 5જી કોમર્શિયલ ફોન હશે, જેને અમેરિકામાં રજૂ કરવામાં આવશે. જેની જાહેરાત બંને કંપનીઓના અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આપી. આ અઠવાડિયે થનારા ક્વાલકૉમ સ્નેપડ્રેગનની વાર્ષિક સમિટમાં બંને કંપનીઓ ફોનની બ્લૂપ્રિન્ટ રજૂ કરશે.

જેમાં ફોનના પ્રુફ કૉન્સેપ્ટથી લઇને પ્રોસેસર પ્લેટફોર્મ સાથે જોડાયેલી માહિતી સામેલ છે. વેરિજૉનના વાયરલેસ ડિવાઇસ એન્ડ પ્રૉડક્ટ માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ બ્રાયન હિગ્ગિન્સે કહ્યું છે કે 5જી મોબાઇલ ક્નેક્ટિવિટી માટે એક નવો દોર લખશે. આ લોકોની વિચારધારાથી અલગ સારો અનુભવ આપશે. તેમણે વધુમાં કહ્યું કે, સેમસંગ અને વેરિજૉનની ભાગીદારીથી આપણે 5જી પાવરથી સજ્જ સ્માર્ટફોન લૉન્ચ કરીશું.

સાથે જ તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ આ વર્તમાન ઈન્ટરનેટ સ્પીડથી ઘણી તેજ હશે. જેની સ્પીડ આંખ ફફડાવતા જ ઝડપી થઇ જશે. આ દરમ્યાન સેમસંગના અધિકારીએ કહ્યું કે ક્વાલકૉમ અને વેરિજૉન જેવા ઇનોવેટિવ ભાગીદારો સાથે કામ કરવા પર અમને ગર્વ છે. અમે એવો ફોન લાવીશું કે જે લોકોના જીવન અને કામ કરવાનો અંદાજ બદલી નાખશે. સ્મરણ રહે કે, સેમસંગ વર્ષ 2019ની શરૂઆતમાં ફોલ્ડેબલ (વાળી શકાય તેવો) સ્માર્ટફોન રજૂ કરવા જઇ રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter