GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

એક એવું સ્માર્ટ ફ્રીઝ જે તમને સ્કેન કરીને જણાવશે કે તમારે શું રાંધીને ખાવું જોઈએ

સેમસંગ અને LG ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ જેવી નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલાં ફ્રીઝને લોન્ચ કરવાની છે. આ ફ્રીઝની ખાસિયત એ છેકે, તે જાતે ફૂડ આઈટમને સ્કેન કરીને જણાવશે કે તમારે ખાવામાં શું રાંધવું જોઈએ. આવતા સપ્તાહે લાસ વેગાસમાં થનારા CES 2020 ઈવેન્ટમાં સેમસંગ અને એલજી પોતાના સ્માર્ટ પ્રોડક્ટ્સ ઈન્ટ્રોડ્યૂસ કરશે. બંને કંપનીઓના સ્માર્ટ ફ્રીઝ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીને સપોર્ટ કરશે. તેમાં ઘણા ખાસ ફીચર્સ જોવા મળી શકે છે.

સેમસંગ ફેમિલી હબ સ્માર્ટ ફ્રીઝ

આ ફ્રીઝને સેમસંગે વર્ષ 2016માં પહેલીવાર લોન્ચ કર્યુ હતુ. અને હવે તેમાં થોડા બદલાવ કરીને તેને ફરી એકવાર લોન્ચ કરવામાં આવશે. તેમાં ઈન્ટરનલ કેમેરો લગાવેલો છે જેની મદદથી યુઝર્સ સ્માર્ટફોનમાં જોઈ શકશે કે તેમણે ફ્રીઝમાં શું રાખેલું છે. નવી AI અપગ્રેડ્સ બાદ ફ્રીઝ જાતે ફૂડ આઈટમ્સને સ્કેન કરશે અને જણાવશે કે કંઈ ફૂડ આઈટમ ખતમ થવાની છે. તેના સિવાય ફ્રીઝ સલાહ પણ આપશે કે, (ફ્રીઝમાં રાખેલાં ફૂડ આઈટમ્સની મદદથી) ખાવામાં શું બનાવી શકાય છે.

LG ઈન્સ્ટાવ્યૂ

CES 2020 ઈવેન્ટ દરમ્યાન LG  બે સ્માર્ટ ફ્રીઝ ઈન્ટ્રોડ્યુસ કરી શકે છે. આ સીરીઝમાં AI પાવર્ડ  Insta View ThinQ અને Insta View with Craft Ice સામેલ હશે. બંનેમાં 22 ઈંચની ડિસપ્લે લાગેલી હશે જે ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. જેથી તમે ફ્રીઝનો દરવાજો ખોલ્યા વગર જ જોઈ શકશો કે ફ્રીઝમાં કંઈ આઈટમ રાખેલી છે. એલજીનું આ ફ્રીઝ પણ યુઝર્સને જણાવશે કે અંદર શું રાખેલું છે અને ફ્રીઝમાં હાજર ફૂડ આઈટમ્સનાં આધાર પર તે રેકમેંડેશન્સ પણ આપશે. આ ફ્રીઝની કિંમત આશરે 3.6 લાખ રૂપિયાથી વધારે હોઈ શકે છે.

READ ALSO

Related posts

સુરતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ફરી હિરા ઉદ્યોગ થયો શરૂ

pratik shah

સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેનનું કોરોનાવાયરસથી થયું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

73 વર્ષનાં અધ્યક્ષ પર આરોપ, 5 વર્ષમાં ઘણા ફુટબૉલર્સનું કર્યુ જાતીય શોષણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!