GSTV
Home » News » SAMSUNGએ રજૂ કર્યો દુનિયાનો પહેલો 4 કેમેરા વાળો સ્માર્ટફોન, આ છે ફિચર્સ

SAMSUNGએ રજૂ કર્યો દુનિયાનો પહેલો 4 કેમેરા વાળો સ્માર્ટફોન, આ છે ફિચર્સ

હુવાઈએ વર્ષની શરૂઆતમાં ત્રણ કેમેરા વાળા સ્માર્ટફોન હુવાઈ પી20 પ્રો લૉન્ચ કર્યો હતો. આ ફોનને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે મોબાઈલ કંપની સેમસંગે ચાર કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવાની પ્લાનિંગ કરી રહી છે. આ કંપનીની મિડ-પ્રીમિયમ સેગ્મેન્ટનો સ્માર્ટફોન હશે.

ચાર કેમેરા વાળો નવો સ્માર્ટફોન ગેલેક્સી એ9 (ગેલેક્સી એ 9) ને ગુરુવારે કુઆલાલામ્પુરમાં રજૂ કરવામાં આવ્યો. આ દુનિયાનો પ્રથમ એવો સ્માર્ટફોન છે જેમાં ચાર કેમેરા છે. હમણાં આ સ્માર્ટફોનની કિંમત વિશે કંપનીની તરથી કોઈ માહિતી આપવામાં આવેલી નથી. માનવામાં આવે છે કે તેના લોન્ચિંગના થોડો સમય પહેલા જ તેની કિંમત વિશે માહિતી આપવામાં આવશે. જાણકારોનું માનવું છે કે ભારતીય માર્કેટમાં તે નવેમ્બરમાં લોન્ચ થઈ શકે છે.

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી ડીજે કોહએ જણાવ્યું હતું કે કંપની ગેલેક્સી એ 9 સાથે સ્માર્ટફોનમાં નવા કેમેરા ટેક્નિકલ ઓફરથી ધણા ઉત્સાહિત છે. સ્માર્ટફોન ઇનોવેશનથી લઇને દુનિયામાં અગ્રણી બનવું આપણે દૃશ્યમાન સંચારથી ઝડપી પરિવર્તનશીલ દુનિયામાં સાર્થક ઇનોવેશનની માંગને સમજીએ છીએ. સ્માર્ટફોન કેમેરા ડેવલપમેન્ટમાં તેની વારસો આગળ વધી રહી છે અમે અમારી સંપૂર્ણ ગેલેક્સી પોર્ટફોલિયોમાં નવી પેઢીની ટેક્નિક રજૂ કરી રહ્યા છીએ.

ફીચર્સ અને કિંમત

સેમસંગ ગેલેક્સી એ 9 સેમસંગની A સીરીઝનો જ ભાગ છે. આ એક મીડ રેન્જ સ્માર્ટફોન હશે. જોકે, જ્ઞાનકારોને આશા છે કે તેની કિંમત 50 હજાર રૂપિયાની નજીક હોઈ શકે છે. ચાર કેમેરોમાં 120 ડિગ્રી અલ્ટ્રા વાઇડ એન્ગલ લૅન્સ સાથે 8 મેગાપિક્સલ કેમેરા, 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 10 મેગાપિક્સલનો કેમેરો, 24 મેગાપિક્સલનો કેમેરો અને લાઇવ ફોકસ સાથે 5 મેગાપિક્સલનો કેમેરો હશે.

નવા એ9 સ્માર્ટફોનમાં 6.38 ઇંચની ડિસ્પ્લે, ક્વોલકોમ 660 પ્રોસેસર અને 3800 mAhની બેટરી હશે. ચાર કેમેરો વાળા સ્માર્ટફોન બ્લેક, બ્લુ અને બબલગ પિંક કલરમાં બજારમાં આવશે. સેમસંગનાં આ ફોનમાં 128 જીબીની સ્ટોરેજ કેપેસીટી હશે.

 

 

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!