GSTV
India News Trending

ના હોય! અહીં માત્ર 1 રૂપિયામાં વેચાય છે સમોસા, છેલ્લા 22 વર્ષથી એક જ ભાવ

અત્યારે મોંઘવારી વધતા ખાદ્યચીજોની સાથે-સાથે સમોસાના ભાવ પણ વધી ગયા છે હવે 20 રૂપિયામાં એક પીસ મળે છે. જોકે રાંચીના ધૂર્વામાં એક દુકાન છે, જ્યાં માત્ર 1 રૂપિયામાં સમોસા મળી રહ્યા છે. તેને મિની સમોસા કહેવામાં આવે છે કેમ કે તેની સાઈઝ સામાન્ય સમોસા કરતા થોડી નાની છે. ત્યાં સમોસા ખાવા માટે લોકોની ભીડ જામે છે.

આ સમોસાના દુકાનદાર જણાવે છે કે છેલ્લા 22 વર્ષથી હુ આ દુકાન ચલાવુ છુ કેમ કે હુ સાંભળી શકતો નથી એટલે ક્યાંય કામ કરી શક્યો નહીં. બહાર કામ કરવામાં મુશ્કેલી પડી રહી હતી તેથી શરૂથી જ પોતાના વ્યવસાય પર ધ્યાન આપ્યુ. બાળપણથી સારા સમોસા બનાવતો હતો એટલે આને જ વ્યવસાય બનાવી દીધુ. 22 વર્ષ પહેલા પણ 1 રૂપિયામાં સમોસા વેચતો હતો. જોકે મે ભાવ વધાર્યા નથી પરંતુ મોંઘવારીના કારણે સાઈઝ થોડી નાની કરી છે.

દરરોજની હજારો રૂપિયાની કમાણી

દુકાનદારે જણાવ્યુ કે બાળપણથી જ હું ખૂબ મોટો અવાજ સાંભળી શકુ છુ તેના કારણે મને અભ્યાસમાં અને સ્કુલમાં ખૂબ મુશ્કેલી પડી. મારા બહેરાપણાની અને મારી દુકાનની પણ મજાક ઉડાડવામાં આવી. મિત્રોએ પણ મજાક ઉડાવી પરંતુ મે ક્યારેય હિંમત હારી નહીં. 20 વર્ષની ઉંમરથી જ સમોસા વેચવાનું શરૂ કરી દીધુ હતુ. તેઓ સમોસાની સાથે પકોડા અને ચા પણ વેચે છે. પકોડા 10 રૂપિયામાં 10 પીસ અને એક કપ ચા ના 3 રૂપિયા એ રીતે વેચે છે. લોકોને લાગે છે કે સસ્તુ વેચવાથી નુકસાન થાય છે પરંતુ આનાથી વધુ ખરીદી થાય છે તો નફો પણ વધુ મળે છે.

સમોસાની દુકાને આવેલા એક ગ્રાહકે જણાવ્યુ કે તેઓ આ દુકાનેથી છેલ્લા 6 વર્ષથી સમોસા ખાય છે. વર્ષોથી તેનો સ્વાદ બદલાયો નથી. તેમને ત્યાંનો ભાવ અને ક્વોલિટી બંને ખૂબ પસંદ છે.

Related posts

IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત

Padma Patel

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi
GSTV