GSTV

અભિનેતા અમિત પુરોહિતનું થયું મૃત્યુ, સુધીર બાબૂએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું…

અભિનેતા અમિત પુરોહિતની મોત થઈ ગઈ છે. બાગી ફિલ્મનો આ અભિનેતા સુધીર બાબૂએ દુખદ સમાચાર તેના ફેન્સ સામે મૂક્યા હતા. અમિતનું મૃત્યુ કયા કારણથી થયું તેનો કોઈ ખુલાસો થયો નથી. તે ખૂબ જ નાની ઉંમરમાં પોતાની દુનિયા છોડી ગયો છે.

સોશિયલ મીડિયા પર સમાચાર મળતાની સાથે જ ફેન્સે સંવેદના વ્યક્ત કરવાની શરૂ કરી દીધી હતી. આ અભિનેતા છેલ્લી વાર તેલુગુ ફિલ્મ સમ્મોહનમમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે અદિતિ રાવ હૈદરી સાથે કામ કર્યું હતું. અદિતિએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

તેણે લખ્યું, અમિત પુરોહિતના પરિવાર માટે શાંતિની પ્રાર્થાના. એક દયાળુ અને મહેનત વાળો માણસ જલદી જ જતો રહ્યો. અભિનેતા સુધીર બાબુએ અમિતને શ્રદ્ધાંજલી આપતા લખ્યું, અમિતની અચાનક મોતથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. સમ્મોહનમમાં અમિત મલ્હોત્રાની ભૂમિકા કરી હતી.

બહુ જ મિલનસાર છોકરો અને હંમેશાં શોર્ટ માટે 100% આપતો હતો. ભગવાન તેની આત્માને શાંતિ આપે. સમ્મોહનમના નિર્દેશક મોહનકૃષ્ણ ઈંદ્રગતિએ ટ્વીટર પર લખ્યું, હું આ વાત પર વિશ્વાસ નથી કરી રહ્યો.

અમિત એક સારો માણસ હતો, તે સારા વ્યવહાર વાળો અને બહુ જ પ્રભાવશાળી અભિનેતાઓમાંથી એક હતો. જેની સાથે મેં કામ કર્યું છે અને એક ઉદાર વ્યક્તિ હતો. અમિત હું તને યાદ કરીશ. હું જલદી જ તને ફરીથી લોન્ચ કરવા માટે વિચારી રહ્યો હતો. અમિતે પંખ, બિજુકા,આલાપ, જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Read Also

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!