GSTV
Cricket Sports Trending

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટનનાં 14 વર્ષનાં ટેણિયાએ ફટકારી ડબલ સેન્ચુરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ‘ધ વોલ’ રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડ પણ હવે પિતાની જેમ બેટિંગ કરતા શીખી ગયો છે. સમિતે અંડર-14 રાજ્ય સ્તરની મેચમાં બેવડી સદી ફટકારી છે. 14 વર્ષના સમિતે અંડર-14 ઇન્ટર ઝોનલ ટૂર્નામેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટ એકાદશ માટે રમતા ધારવાડ ઝોન વિરુદ્ધ 201 રન બનાવ્યા હતા. સમિતે 201 રન બનાવવા માટે 250 બોલનો સામનો કર્યો, જેમાં 22 ફોરનો સમાવેશ થાય છે.

બીજી ઈનિંગમાં પણ સમિતે 94 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. એટલું જ નહીં સમિતે બોલિંગમાં પોતાની ટીમ માટે 26 રન આપીને 3 વિકેટટ પોતાના નામે કરી હતી. વિરોધી ટીમ માત્ર 124 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સમિતની બેવડી સદીની મદદથી તેની ટીમે પહેલી ઈનિંગમાં 7 વિકેટે 372 રન અને બીજી ઈનિંગમાં એક વિકેટ ગુમાવી 36 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો રહી હતી.

સમિત અનેક મોટી ઇનિંગ રમી ચુક્યો છે

સમિતે 2018માં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના બીટીઆર કપ અંડર-14 ઇન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં માલ્યા અદિતિ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી રમતમાં 150 રન બનાવ્યા હતા. આના બે વર્ષ પહેલા તેણે ટાઇગર કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બેંગલુરુ યૂનાઇટેડ ક્રિકેટ ક્લબ તરફથી રમતા ફ્રેંક એન્થની પબ્લિક સ્કૂલ વિરુદ્ધ 125 રન બનાવ્યા હતા. નવ વર્ષનો સમિત સપ્ટેમ્બર 2015માં અંડર 12 ગોપાલન ક્રિકેટ ચેલન્જમાં બેસ્ટ બેટ્સમેન પસંદ કરવામાં આવ્યો હતો. સમિતે આ ટૂર્નામેન્ટમાં માલ્યા અદિતિ સ્કૂલ તરફથી અણનમ 77, 93 અને 77 રનની ઇનિંગ રમી હતી.

READ ALSO

Related posts

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla
GSTV