GSTV
Home » News » મેકઅપ વગર જોવા મળી સમીરા રેડ્ડી, વીડિયો શેર કરી આપ્યો ખાસ મેસેજ

મેકઅપ વગર જોવા મળી સમીરા રેડ્ડી, વીડિયો શેર કરી આપ્યો ખાસ મેસેજ

એક્ટ્રેસ સમીરા રેડ્ડી અત્યારે તેની પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહી છે. તે બીજી વાર મા બનવા જઈ રહી છે. તેણે તાજેતરમાં જ અંડર વોટર શૂટ કરાવ્યો હતો. તેની ચર્ચા થઈ હતી. તેણે એક વાર ફરી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. તે વીડિયોમાં બતાવે છે કે આપણે અપૂર્ણ હોવા પર પણ પૂર્ણ છીએ. તેણે કેપ્શનમાં લખ્યું,’ આ વાસ્તવમાં હું છું. લગભગ બેબી બર્થ માટે તૈયાર.

બતાવું છું કે મેકઅપ વગર અને સવારનો ચહેરો કેવો લાગે અને તે માનવું મારા માટે બહુ મહત્ત્વનું છે.’ સમીરા રેડ્ડીએ બિકીની પહેરીને પાણીમાં ફોટોશૂટ કરાવ્યો હતો. તેણે બિકિનીમાં બોલ્ડ પોઝ આપ્યા છે. તે બેબી બમ્પ ફલોન્ટ કરતી જોવા મળી હતી, જેમાં ઘણી સ્ટનિંગ દેખાઈ છે.

આ વીડિયો બહુ જ વાયરલ થયો છે. આ કેપ્શનમાં લખ્યું હતું, ‘હું મારી પ્રેગ્નન્સીના 9 મહિના બેબી બમ્પની સુંદરતાનું જશ્ન મનાવા માગું છું. એક એવા સમયમાં જયારે સૌથી કમજોર, થાકેલા, ડરેલા, ઉત્સાહિત અને સૌથી વધુ સુંદરતા મહેસૂસ કરતા હોઈએ છીએ.’

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!