GSTV
Home » News » સમિરા રેડ્ડી બીજી વખત બની માતા, સામે આવી બેબી ગર્લની પહેલી તસ્વીર

સમિરા રેડ્ડી બીજી વખત બની માતા, સામે આવી બેબી ગર્લની પહેલી તસ્વીર

સમિરા રેડ્ડી અને આકાશ વર્દે બીજી વખત પેરેન્ટ્સ બની ગયા છે. સમિરાએ 12 જુલાઈએ મુંબઈના બીમ્સ મલ્ટી-સ્પેશિએલિટી હોસ્પિટલમં દિકરીને જન્મ આપ્યો છે. તેણે દિકરાની પહેલી તસ્વીર પણ શેર કરી છે.

સમિરાએ તસ્વીરની સાથે લખ્યું થે, ‘આ સવારે અમારી નાનકડી પરી ઘરે આવી. મારી દીકરી માટે પ્રેમ અને આશિર્વાદ માટે ધન્યવાદ.’

એક્ટ્રેસ સમીરા રેડ્ડી અત્યારે તેની પ્રેગ્નેન્સીને ખૂબ એન્જોય કરી છે. તે બીજી વાર માતા બની છે. તેણે તાજેતરમાં જ અંડર વોટર શૂટ કરાવ્યો હતો. તેની ચર્ચા થઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થયો હતો.

આ વીડિયોમાં તે અલગ અલગ અંદાજમાં જોવા મળી હતી. વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. તે વીડિયોમાં જણાવે છે કે આપણે અપૂર્ણ હોવા પર પણ પૂર્ણ છીએ. તેણે કેપ્શનમાં લખ્યું,’ આ વાસ્તવમાં હું છું. લગભગ બેબી બર્થ માટે તૈયાર.

તમને જણાવી દઈ કે મેકઅપ વગર મારો ચહેરો કેવો લાગે તે માનવું મારા માટે બહુ મહત્ત્વનું છે.’ સમીરા રેડ્ડીએ બિકીની પહેરીને પાણીમાં ફોટોશૂટ કરાવ્યો હતો. તેણે બિકિનીમાં બોલ્ડ પોઝ આપ્યા છે. તે બેબી બમ્પ ફલોન્ટ કરતી જોવા મળી હતી, જેમાં ઘણી સ્ટનિંગ દેખાઈ રહી હતી.

આ વીડિયો બહુ જ વાયરલ થયો હતો. તેના કેપ્શનમાં તેણે લખ્યું હતું, ‘હું મારી પ્રેગ્નન્સીના 9 મહિના બેબી બમ્પની સુંદરતાનો જશ્ન મનાવા માગું છું. એક એવા સમયમાં જ્યારે સૌથી કમજોર, થાકેલા, ડરેલા, ઉત્સાહિત અને સૌથી વધુ સુંદરતા મહેસૂસ કરતા હોઈએ છીએ.’

Read Also

Related posts

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!