GSTV
Home » News » સમીરા રેડ્ડીનું બેબી શાવર, ટ્રેડીશનલ લુકમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે જુઓ ફોટોસ

સમીરા રેડ્ડીનું બેબી શાવર, ટ્રેડીશનલ લુકમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે જુઓ ફોટોસ

એક્ટ્રેસ સમીરા રેડ્ડી પોતાનુ બીજુ બેબી એક્સપેક્ટ કરી રહી છે. હવે તેણે બેબી શાવર સેલિબ્રેટ કર્યુ હતુ. બેબી શાવરમાં સમીરાનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો હતો. સમીરાના બેબી શાવરની ફોટો સોશિયલ મીડિયા પર છવાયા છે.

ટ્રેડિશનલ પીળા કલરની સાડીમાં સમીરા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેની સાથે તેણે એથનિક જ્વેલરી પહેરી છે. ફોટોમાં સમીરાનો પ્રેગ્નેંસી ગ્લો ચોખ્ખો દેખાઈ રહ્યો છે. તેણે પોતાનો પતી અને છોકરા સાથે પોઝ આપ્યો હતો. આ દરમિયાન તે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

બેબી શાવરની ફોટો શેર કરતા સમીરાએ લખ્યુ કે હાસ્ય અને મુસ્કાન મને જીવન ભર ખુશ રાખવા માટે પૂરતી છે. સમીરા રેડ્ડી જુલાઈમાં બાળકને જન્મ આપશે. 

હાલમાં જ સમીરાએ ગોવામાં પોતાનું બેબીમૂન એન્જોય કર્યુ. તેમના વેકેશનના ફોટોસ સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવાઈ રહ્યાં છે. ફોટોમાં તે સમુદ્રના કિનારે બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાઈ.

સમીરાના લગ્ન બીજનેસમેન અક્ષય વરડે સાથે 21 જાન્યુઆરી 2014ના રોજ થયા હતા. 25 મે, 2015ના રોજ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. આ સમીરાનું બીજુ બેબી છે.

સમીરા વો મુસાફિર, તેજ, દે દના દન, મેને દિલ તુજકો દીયા, રેસ, ડરના મના હે, વન ટુ થ્રી, નક્શા, આક્રોશ, ચક્રવ્યુ, નો એન્ટ્રી જેવી કેટલીય ફિલ્મોમાં કામ કરી ચુંકી છે. સમીરાએ હિંદી ફિલ્મો સાથે તમિલ, તેલુગૂ, મલયાલમ,કન્નડ, અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 

Related posts

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!