GSTV

સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટે આપી મોટી રાહત, કોર્ટે મલિકને આપ્યો આદેશ કે હવે તેઓ કોઈ નિવેદન નહીં કરે!

nawab malik

Last Updated on November 25, 2021 by pratik shah

સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે.બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો છે કે, વાનખેડે પરિવાર સામે કોઈ પણ પ્રકારની  નિવેદનબાજી કરવી નહીં.

sameer wankhede

નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે

સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ હતુ કે, નવાબ મલિક દ્વારા કરવામાં આવી રહેલી ખોટી નિવેદનબાજી પર રોક લગાવવામાં આવે અને હવે આ મામલામાં હાઈકોર્ટે મલિકને રુક જાવનો આદેશ આપ્યો છે.જેના પગલે નવાબ મલિક વાનખેડે પરિવાર સામે કોઈ પ્રકારના નિવેદન નહીં આપી શકે.

નાળા

સુનાવણી દરમિયાન બંને પક્ષના વકીલો વચ્ચે ભારે ઉગ્ર દલીલો પણ થઈ હતી.જોકે કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે, જ્યાં સુધી મામલાની સુનાવણી ચાલુ છે ત્યાં સુધી નવાબ મલિક કોઈ પણ પ્રકારના આરોપ નહીં લાગવી શકે.જજે નવાબ મલિકના વકીલને પૂછ્યુ હતુ કે, શું તમારા ક્લાયન્ટ નિવેદનો આપવાનુ બધ કરશે?કોર્ટે તો એવુ પણ કહ્યુ હતુ કે, આ પ્રકારની નિવેદનબાજી નવાબ મલિકને શોભા આપતી નથી.

નવાબ મલિકને માત્ર મીડિયા ટ્રાયલ જ જોઈએ છે?મલિકે સોશિયલ મીડિયા પર નિવેદન આપવાની જગ્યાએ કાસ્ટ સ્ક્રુટિની કમિટીમાં ફરિયાદ કરવી જોઈતી હતી.એવુ તેમણે એક પણ વખત કર્યુ નથી. તેના પર વકીલે કહ્યુ હતુ કે, નવ ડિસેમ્બર સુધી નવાબ મલિક વાનખેડે પરિવારના સભ્યો સામે કોઈ પ્રકારના પોસ્ટ શેર નહીં કરે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!