GSTV
India News ટોપ સ્ટોરી

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના દારૂ નીતિ કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. EDએ મનીષ સિસોદિયાના નજીકના સાથી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. આ પહેલા મંગળવારે સીબીઆઈએ વિજય નાયરની ધરપકડ કરી હતી.

દારૂ

EDની એફઆઈઆર મુજબ, ઈન્ડોસ્પિરિટ્સનાં માલિક સમીર મહેન્દ્રુ દ્વારા કથિત રીતે સિસોદિયા વિશે “નજીકના સહયોગી”ના કરોડોમાં ઓછામાં ઓછી ચુકવણી કરવામાં આવી હતી, જે કથિત રીતે આબકારી નીતિ બનાવવા અને કાર્યાન્વયનમાં અનિયમિતતાઓમાં સામેલ દારૂ વેપારીઓમાંથી એક હતાં.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મંગળવારે સીબીઆઈ દ્વારા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મીડિયા કંપનીના ભૂતપૂર્વ સીઈઓ છે. EDએ તેમના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા. નાયરને આ કથિત કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર કહેવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વિજય નાયરને મંગળવારે CBI ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વિજય નાયર પર પસંદગીપૂર્વક લાઇસન્સ આપવા, જૂથવાદ અને ષડયંત્રનો આરોપ છે.

 ED

વિજય નાયરની ધરપકડ પર AAPની પ્રતિક્રિયા

વિજય નાયરની ધરપકડ પર આમ આદમી પાર્ટી તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. AAPના પ્રવક્તા અક્ષય મરાઠેએ જણાવ્યું હતું કે વિજય નાયર થોડા વર્ષો સુધી AAPના સંચાર પ્રભારી હતા. તેણે કહ્યું કે તેને નકલી કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. મરાઠેએ દાવો કર્યો હતો કે આ સંપૂર્ણ રાજકીય બદલો છે કારણ કે નાયર ગુજરાત ચૂંટણી માટે વ્યૂહરચના ઘડી રહ્યા હતા.

READ ALSO:

Related posts

માલધારીઓના ઢોરવાડા બહાર જ અચોક્કસ મુદતનાં ધરણા, ગાયોના મૃત્યુ મામલે માલધારી સમાજની પડખે આવ્યા કોંગી નેતા

pratikshah

અંતરિક્ષમાં જોવા મળ્યો રહસ્યમયી ‘લાલ પ્રકાશ’, VIDEOમાં જુઓ આ દુર્લભ ઘટના

Kaushal Pancholi

સૌરમંડળમાં આ ગ્રહ પર પડે છે સૌથી વધુ ઠંડી, જાણો કેટલું રહે છે તાપમાન

Padma Patel
GSTV