GSTV

સફળતાની કહાની/ અંજીરની ખેતી કરીને આ યુવાન કમાય છે વર્ષે દોઢ કરોડ રૂપિયા, શહેરમાં નોકરી છોડી ગામડે આવી કરી આ ખેતી

Last Updated on November 9, 2021 by Pravin Makwana

એક સફળને પણ એક નિષ્ફળ માણસની માફક દરરોજ 24 કલાક મળે છે, તેમ છતાં અમુક જૂજ લોકો જ સફળતા મેળવી શકે છે. કહેવાય છે કે, દરેક સફળ કંઈક નવી કરવાનું વિચારતા જ નથી, પણ તેને પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત પણ કરતા હોય છે. ઉતાર ચડાવવાળી આ સફળ સ્ટોરી છે સમીર ડોમ્બેની. જે મહારાષ્ટ્રના દૌંડમાં રહેે છે. એક સમયે તે મલ્ટીનેશનલ કંપનીમાં એન્જીનિયર હતો અને સારી એવી સેલરી પણ હતી. તેમ છતાં પણ તે પોતાની જોબથી સંતુષ્ટ નહોતો. પછી શું એક દિવસ જોબ છોડીને ગામડે આવી અંજીરની ખેતી કરવાનું વિચાર્યું. તો આવો જાણીએ આ સફળતાની સ્ટોરી.

ગામના લોકોએ મજાક ઉડાવી

વર્ષ 2013નું હતું. સમીરે એન્જીનિયરીંગનો અભ્યાસ પુરો કરી લીધો. આ દરમિયાન કેમ્પસમાં પ્લેસમેંટમાં તેની પસંદગી મલ્ટિનેશનલ કંપનીમાં થઈ. પણ કંઈક અલગ અને પોતાનો નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા સમીરને 2014માં જોબ છોડી પોતાના ગામમાં આવતો રહ્યો. જો કે, ગામના લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી. તેમણે સમીરને કહ્યુ કે, ગામમાં જે ખેતી કરે છે, તેમની હાલત પહેલાથી જ ખરાબ છે, તો તું આવી નોકરી છોડીને શા માટે ગામમાં આવ્યો. જો કે, સમીરે તો નક્કી કર્યુ જ હતું કે, કંઈ પણ કરીશ, શહેરમાં નહીં જાવ, લોકની વાતને કોરાણે મુકી દીધી.

અંજીરની ખેતીની સાથે પ્રોસેસીંગ શરૂ કર્યું

સમીરનું કહેવુ છે કે, તેના ગામમાં અંજીરની ખેતી મોટા પાયે થાય છે. ત્યાર સુધી કે, સમીરના પરિવારના લોકો પણ અંજીરની ખેતી સાથે જોડાયેલા છે. જો કે, તેમને જોઈએ એટલો નફો નથી મળતો. એટલા માટે તેણે સૌથી પહેલા અંજીરની ખેતીની સાથે સાથે પ્રોસેસીંગ અને પેકેજીંગનું કામ પણ શરૂ કર્યું. તેણે એક એકરમાં અંજીર લગાવ્યા. જ્યારે ફ્રૂટ્સ તૈયાર થઈ ગયા ત્યારે તેના પેકેટ બનાવીને નજીકની માર્કેટમાં સપ્લાઈ કર્યા. જોતજોતામાં લોકોને તેના ફ્રેશ ફ્રૂટ પસંદ આવવા લાગ્યા. તો વળી તેણે અંજરી ફ્લેવરમાં જેલી અને જામનું પ્રોસેસીંગ પણ શરૂ કર્યું. જે પોતાની બ્રાંડ પવિત્રકના નામથી કરે છે. આજે સમીર સારામાં સારી કમાણી જ નહી પણ 20થી વધારે લોકોને રોજગાર પણ આપી રહ્યો છે.

કેવી રીતે કરશો અંજીરની ખેતી

તેણે જણાવ્યુ છે કે, અંજીરની ખેતી માટે ગરમ જળવાયુ હોવો જરૂરી છે. તો વળી તેના માટે એવી માટીની જરૂર પડે છે જે વધારે કઠણ ન હોય અને વધારે મૂલાયમ પણ ન હોય. સાથે પણ ખેતરમાં પાણી ભરાઈ રહેવુ જોઈએ નહીં, પાણી નિકાસ માટે પુરતી વ્યવસ્થા હોવી જોઈએ. સમીરનું કહેવુ છે કે, અંજીરના છોડ ખરીફ સિઝનમાં જૂન અને જૂલાઈ મહિનામાં લગાવવા જોઈએ. એક છોડ માટે તેણે 20 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ છોડમાં વર્ષ બાદ જ ફળ આવવાના શરૂ થાય છે.

આજે 1.5 કરોડ રૂપિયાનું કરે છે ટર્નઓવર

સમીરે જણાવ્યુ કે, જો ખેતીમાંથી સારો એવો નફો કમાવો હોય તો, ખેતીની સાથે સાથે પોતાના ઉત્પાદનનું પ્રોસેસીંગ, પેકેઝીંગ અને માર્કેટીંગ કરવુ ખૂબ જરૂરી છે. અમે આ કામ પણ કર્યું અને અંજીરની નિપજ લેવા માટે ઉત્પદાનની સાથે સાથે પેકેજીંગ અને પ્રોસેસીંગ પણ શરૂ કર્યું. જ્યાં પહેલા અંજીર ફ્રૂટ્સ હાર્વેસ્ટિંગના 3થી 4 દિવસમાં પહોંચ્યા હતા. ત્યાં અમે નાના પેકેટમાં એક જ દિવસમાં પહોંચાડવાનું શરૂ કર્યું. તેનાથી વધારે નફો મળ્યો અને માગ વધતી ગઈ. આજે સમીર મોટા પાયે પ્રોસેસીંગ કરી રહ્યો છે. જેનું ટર્નઓવર દોઢ કરોડને પાર થઈ ચુક્યુ છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!