GSTV
Gujarat Government Advertisement

સંબિત પાત્રાએ મમતા બેનર્જીને 15 વર્ષ જૂનું ભાષણ યાદ કરાવી ચિંતામાં ગરકાવ કરી દીધા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને રાજ્યમાં લાગુ નહીં કરવાનું જણાવ્યું છે. જેના પર ભાજપે તેમના પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ તેમના 15 વર્ષ જૂના એટલે કે 2005નું ભાષણ યાદ કરાવ્યું છે. તે સમયે તેઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરને પશ્ચિમ બંગાળ માટે એક મોટી સમસ્યા સમાન ગણાવ્યા હતા.

સંબિત પાત્રાએ મમતા બેનર્જીના જૂના ભાષણને ટ્વીટ કર્યુ છે. મમતા બેનર્જીએ 4 ઓગસ્ટ 2005નાં રોજ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે બાંગ્લાદેશી ભારતીયો નામના આધારે મતદાત સૂચીમાં પોતાના નામ સમાવી રહ્યાં છે. ત્યારે આ મુદ્દાને ગંભીર ગણાવી ગૃહમાં ચર્ચાની માગ કરી હતી.

મમતા બેનર્જીએ શનિવારે લોકોને વિરોધ દાખવવા માટે લોકશાહી રીતનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. સાથે જ તેઓએ નાગરિકતા સંશોધન કાયદો લાગુ નહીં થાય તેમ જણાવ્યું હતું. નાગરિકતા સંશોધન કાયદો બંગાળ, પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લાગુ નહીં થાય તેમ ત્યાંની સરકારે જાહેર કર્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

ઝટકો/ ભાજપના રાજ્યો પર મોદી-શાહનો દબદબો ઘટ્યો, સ્થાનિક નેતાઓની મનમાનીથી દિલ્હીથી સતત દોડી રહ્યા છે મેનેજરો

Pritesh Mehta

શરમ કરો/ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનું કારણ મનમોહન સરકાર, મોદીના માથે માછલાં ધોવાતાં ભાજપનો નવો પ્રોપેગેન્ડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!