GSTV

ગીતો ગાયા, કેરમ રમ્યુ, ઓડિશાના ઘરોની રોટલી ખાતી, બધુ જ કર્યુ, છતાં સંબિત પાત્રા હારી ગયા

Last Updated on May 25, 2019 by Arohi

લોકસભાની ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન છતાં ભારતીય જનતા પક્ષના પ્રવકતા સંબિત પાત્રા ચૂંટણી હારી ગયા છે.પુરી લોકસભા બેઠક પરની કસોકસની લડાઇમાં પાત્રા બીજુ જનતા દળના સાંસદ પિનાકી મિશ્રાથી ૧૧૭૧૪ મતોથી હારી ગયા છે.મિશ્રાને ર૦૦૯ અને ર૦૧૪માં પુરીમાં સહેલાઇથી જીત મળી હતી.૧૯૯૬માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર બેઠક જીતી હતી.

હારનો સ્વીકાર કરીને પાત્રાએ ભગવાન જગન્નાથજીનો  ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે દોસ્તો હું પુરીમાંથી લગભગ ૧૧હજાર મતોથી હારી ગયો છું, પણ આ તકે હું ભગવાન જગન્નાથજીનો આભાર માનું છું કે તેમણે મને પોતાના ધામથી ચૂંટણી લડવાનો મોકો આપ્યો. હું ભાજપના પુરીના તમામ કાર્યકરો અને સૌથી વધારે પુરીના લોકોનો મને આપેલા અપાર પ્રેમ માટે આભાર માનું છું.

પ્રચારમાં લગાવી દીધી હતી પૂરેપૂરી તાકાતઃ 

સંબિત પાત્રા ટેલીવિઝન ચર્ચામાં મુખ્ય પાત્ર હતા. તેમની ઓળખ ભાજપના આકમક પ્રવકતાઓમાં થઇ રહી  છે.પુરીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ગરીબની ઝૂંપડીમાં ચુલા પર પકવાયેલી રોટલી પણ ખાધી હતી અને  કયારેક યુવાનો સાથે કેરમ રમતા પણ જોવા મળયા હતા.ઓરિસ્સામાં જયારે ફેની વાવાઝોડું આવ્યું ત્યારે તેમણે બચાવ અને રાહત કામગીરીમાં પણ આગળ રહીને ભાગ લીધો હતો, જો કે તેનો તેમને ચૂંટણીમાં બહુ ફાયદો થયો ન હતો.

પાત્રીની ટ્વીટર ટાઇમલાઇન પર તેના ચૂંટણી પ્રચારની તસ્વીરો પણ છે જેમાં મંદિર મંદિર ફરતા કયારેક બાળકને ખોળામાં ખવડાવતા તો કયારેક મહિલાઓના પગને સ્પર્શ કરી આશીર્વાદ લેતા નજરે પડે છે. પ્રચાર દરમિયાન પાત્રા એક વિડીયો ટવીટ કર્યો હતો જેમાં તે બુઝુર્ગ મહિલાના ઘરે જમતા નજરે ચડયા હતા.આ વિડીયો પર પાત્રાની ટીકા કરવામાં આવી હતી કે જો કેન્દૃ સરકારની ઉજજવલા યોજના એટલી સફળ રહી હોય તો આ મહિલાના ઘરે હજુ સુધી શા માટે એલપીજી સિલિન્ડર શા માટે નથી પહોંચ્યું?

Read Also

Related posts

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો, અફઘાન સેનાના પ્રહાર બાદ જીવ બચાવી ભાગ્યા હુમલાખોરો

pratik shah

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Pritesh Mehta

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!