GSTV

બીજેપીના પ્રવક્તા તરીકે મીડિયામાં છવાતા આ નેતાને કોરોનાના લક્ષણો, હોસ્પિટલમાં કરાયા દાખલ

Last Updated on May 29, 2020 by Bansari

ભારતીય જનતા પાર્ટીના ના પ્રવક્તા સંબિત પાત્રામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. આ પછીથી તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. હાલમાં સંબિત પાત્રાને ગુડગાવની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલમાં સંબિત પાત્રા તરફથી કોઈ જાણકારી અપાઈ નથી. હાલમાં સંબિત પાત્રાને કોરોના છે કે નહી તેની તપાસ થશે. પરંતુ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્વાણ પણ કોરોના પોઝીટીવ થઈ ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં બીજા કોરોના સંક્રમિત મંત્રી હતા. આ પહેલા એનસીપીના કોટાથી મંત્રી જીતેન્દ્ર અહવાદ પણ સંક્રમિત થયા હતા.

સંબિત પાત્રાની આ છે રાજકીય કારકિર્દી

સંબિત પાત્રા પોતે એક ડોક્ટર છે. તે હિંદુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર રહી ચૂક્યા છે. રાજનીતિની વાત કરવામાં આવે તો સંબિત પાત્રાએ 2019માં લોકસભામાં ઓડિશાની પૂરી સીટથી ચૂંટણી લડી હતી. પરંતુ બીજુ જનતાદળના પિનાકી મિશ્રાએ તેમને હરાવી દીધા હતા. આ પહેલા વર્ષ 2012માં પણ સંબિત પાત્રા ને બીજેપી થી જ નિગમ પરિષદની ચૂંટણી પણ લડી હતી. ત્યારે કાશ્મીરી ગેટથી તેઓ ઉમેદવાર બનાવાયા હતા. પરંતુ તે હારી ગયા હતા. હાલમાં સંબિત પાત્રા ટીવી ડિબેટ્સમાં છવાયેલા રહે છે.

Read Also

Related posts

ક્રૂરતાની હદો પાર: ઓળખ બાદ તાલિબાને દાનિશ સિદ્દીકીની કરી હતી નિર્દયતાથી હત્યા

pratik shah

ટ્રાફિક ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ ઈ-ડિવાઈઝથી પણ વસૂલશે દંડ!

pratik shah

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!