GSTV

સંબિત પાત્રાએ ગ્લોબલ ટાઈમ્સની ટ્વીટ ઉપર કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું માતા-પુત્રએ ચીનમાં ઈમાન ગિરવે મુક્યું

Last Updated on September 5, 2020 by Ankita Trada

ચીન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના પ્રશ્નો બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ ચીન અને પાકિસ્તાન સાથે મળીને સરકારને તોડવાના પ્રયાસમાં છે.

કોંગ્રેસ ત્યાં સરકાર બનાવવા માંગે છે

આ પહેલા ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એક ટ્વિટમાં કહ્યું હતુ કે, સરહદ વિવાદના કારણે ભાજપ દબાણ હેઠળ છે અને કોંગ્રેસ ત્યાં સરકાર બનાવવા માંગે છે. આ મુદ્દે સંબિત પાત્રાએ કહ્યું કે, કોંગ્રેસનું ષડયંત્ર ખુલ્લુ પડી ગયું છે. ચીન અને કોંગ્રેસ મોદી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્લોબલ ટાઇમ્સ કોંગ્રેસના સમર્થનમાં આવી ગયું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે ભારત મોદી મેડ ડિઝાસ્ટર્સની વચ્ચે ફસાયેલું

45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી… 1 કરોડ લોકોએ નોકરી ગુમાવી… કેન્દ્ર સરકાર રાજ્યોને તેમનું GST પેમેન્ટ નથી કરી રહી… કોરોનાના દરરોજ વધતા કેસ અને લોકોના મોત  અને સરહદ પારથી ઘૂસણખોરી જેવા મુદ્દાઓ ગણાવ્યા છે. કોંગ્રેસ નેતાએ 30 ઓગસ્ટે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે, 40 વર્ષમાં પહેલીવાર ભારતીય અર્થવ્યવસ્થા ભારે મંદીમાં છે.

40 વર્ષમાં પહેલીવાર ભારતીય અર્થવ્યવસ્થા ભારે મંદીમાં

અસત્યાગ્રહી લોકો આ માટે ભગવાનને દોષી ઠેરવી રહ્યા છે. નોટબંધી, GST અને લોકડાઉન અર્થતંત્ર પરના હુમલાના 3 મોટા ઉદાહરણ છે. તો સામે ભાજપે પણ કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જી-23 નો મતલબ કોંગ્રેસના તે 23 નેતાઓ સાથે છે, જેમણે પાર્ટીમાં મોટો બદલાવ કરવાની જરૂરિયાત જણાવતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.

READ ALSO

Related posts

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!