GSTV

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ: તમે તો ખાલી એક ગુલાબજાંબુ જ મોંમાં મુકી શકો, આ મહિલા આખેઆખુ સફરજન મોંમાં લઈ શકે છે !!!

Last Updated on July 30, 2021 by Pravin Makwana

દુનિયાભરમાં આપણને દરરોજ અજીબોગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે. જ્યાં લોકો પોતાના અનોખા કારનામાથી લોકોન હેરાન કરી મુકતા હોય છે. કંઈક આવું જ કારનામો એક મહિલાએ કરી બતાવ્યો છે. જેને સૌથી મોટુ મોઢુ ખોલવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ખિતાબ પોતાના નામ કર્યો છે. 31 વર્ષિય સામંથા રેમ્સડેલ સોશિયલ મીડિયા પર કેટલીય વાર વાયરલ થઈ ચુકી છે.

આ યુવતીના નામ છે દુનિયાનું સૌથી મોટુ મોઢુ

સામંથાએ પોતાના મોની સાઈઝનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો દ્વારા દુનિયાના સૌથી મોટા માઉથ ગૈપવાળી મહિલા તરીકે ગિનીઝ રેકોર્ડ બનાવવામાં મદદ મળી. એક ગિનીઝ અધિકારીએ જ્યારે મોંનો ગેપ માપ્યો તો, 2.56 ઈંચ હતો. સામંથા જણાવે છે કે, પહેલા લોકો મારા મોની મજાક ઉડાવતા હતાં. પણ હવે ગિનીઝમાં નામ નોંધાતા લોકો તેને ગર્વની વાત કહી રહ્યા છે. તે પોતાના મોંથી એક સાથે ફ્રેચ ફ્રાઈઝ, આખા સફરજનને એક સાથે મોંમાં મુકી દે છે.

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ફેમસ થઈ

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા અનુસાર રેમ્સડેલે ટિકટોક પર 1.7 મિલિયન ફોલોઅર્સ છે અને તેણે આઈજૈક જોનસન સાથે વીડિયો પણ બનાવ્યા છે. આઈજૈક જેકસનના મોનો ગેપ 4 ઈંચ સુધી ખુલી શકે છે. જે એક રેકોર્ડ છે. સામંથા કહે છે કે, મને તેના પર ગર્વ છે અને આ અમારી સૌથી મોટી સંપત્તિ છે. આ અમારી મહાશક્તિ છે. આ એ વસ્તુ છે, જે મને બીજાથી અલગ બતાવે છે.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!