હિંદી ફિલ્મોમાં સાઉથના સ્ટાર્સને પણ લઈ હિંદી અને સાઉથની બંને માર્કેટ સર કરવાનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે. સલમાન ખાનની નો એન્ટ્રી ની સિક્વલમાં સાઉથની અન્ય હિરોઈનો સાથે હવે સામંથાનું નામ પણ ઉમેરાયું છે.

એન્ટ્રી સિકવલમાં સલમાન ખાન સાથે સાઉથની હિરોઇન સામંથા પ્રભુના સાઈન કરવાનું નક્કી થઈ ચૂક્યુંં છે. સામંથા અને સલમાન આ ફિલ્મમાં રોમાન્સની સાથેસાથે કોમેડી કરતા જોવા મળે તેવી શક્યતા છે.

સામંથા દક્ષિણ ભારતીય ફિલ્મોનો લોકપ્રિય અને જાણીતો ચહેરો છે, તેથી આ ફિલ્મ સાથે ફિલ્મસર્જકે તેને બોક્સઓફિસને ધ્યાનમાં રાખીને લીધી છે.

આ ફિલ્મમાં સામંથા ઉપરાંત, રશ્મિકા મંદાના, પૂજા હેગડે, તમન્ના ભાટિયા પણ જોવા મળવાના છે. આમ, ફિલ્મમાં સાઉથનીહિરોઈનોનો એક મોટું ગૂ્રપ જોવા મળવાનું છે.

આ વખતે નો એન્ટ્રીમાં એન્ટ્રી ફિલ્મમાં૧૦ અભિનેત્રો જોવા મળવાની છે. આ ફિલ્મ આ વખતે કોમેડી સુધી જ સીમિત ન રહેતાં એકશન દ્રશ્યો પણ ભરપુર પ્રમાણમાં જોવા મળવાના છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૫માં નો એન્ટ્રી ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂરને ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
Read Also
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ પૂરી દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો
- મહારાષ્ટ્ર / શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદાસ્પાદ નિવેદન, 40 લોકો માત્ર જીવતી લાશો