સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના છ ઉમેદવારોની યાદી આજે બહાર પાડી હતી. પક્ષના સ્થાપક મુલાયમ સિંહ યાદવ મૈનપુરીમાંથી ચૂંટણી લડશે જ્યાં થી અગાઉ તેઓ સાંસદ બન્યા હતા.૨૦૧૪માં તેઓ મૈનપુરી ઉપરાંત આઝમગઢમાંથી ચૂંટણી લડયા હતા અને ચૂંટાયા હતા. જો કે પાછળથી તેમણે આઝમગઢ બેઠક જાળવી રાખીને મૈનપુરી બેઠક પરથી રાજીનામું આપ્યુ હતું જ્યાંથી યાદવ પરિવારના જ એક સભ્ય તેજ પ્રતાપ યાદવ ચૂંટાઇ આવ્યા હતા.

અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સપા એ લોકસભામાં સૌથી વધુ સાંસદો મોકલતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માયાવતીના બસપા સાથે જોડાણ કર્યું હોવાથી તેઓ ૩૭ બેઠકો પરથી ચૂંટણી લડશે. પાર્ટીએ ઘર્મેન્દ્ર યાદવને બદાયું, આકાશ યાદવને ફિરોઝાબાદ, કમલેશ કથીરિયાને ઇટાવાહ, ભાઇલાલ કોળીને રોબર્ટગંજ અને શબ્બીર વાલ્મીકીને બહેરાઇચમાંથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા.
મુલાયમ સિંહ યાદવની મૈનપુર બેઠક સૌથી વધુ સલામત ગણાય છે. ભૂતકાળમાં તેઓ ૧૯૯૬,૨૦૦૪ અને ૨૦૦૯માં આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ મુલાયમ સિંહે કહ્યું હતું કે જો અખિલેશ તેમને ટિકિટ આપશે તો જ તેઓ ચૂંટણી લડશે. જો કે બાપ-દિકરા વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે અને તેમણે અખિલેશની જાહેરમાં ટીકા પણ કરી હતી.
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
ઉપરાંત સંસદમાં મોદી સરકારની પ્રશંસા કરી પક્ષના કાર્યકરોને હેરાન કરી મૂક્યા હતા.તેઓ સપા અને બસપાના ગઠબંધથી નારાજ હતા. જો કે હવે બસપા ૩૮, સપા ૩૭ અને રાલોદ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે અને બે બેઠકો કોંગ્રેસ માટે છોડી હતી.