GSTV
Home » News » મેયરની પણ ચૂંટણી નથી જીતી તેને સપાએ મોદી વિરુદ્ધ ટિકિટ આપી, શું વારાણસીમાં પ્રિયંકાનો રસ્તો કર્યો સાફ?

મેયરની પણ ચૂંટણી નથી જીતી તેને સપાએ મોદી વિરુદ્ધ ટિકિટ આપી, શું વારાણસીમાં પ્રિયંકાનો રસ્તો કર્યો સાફ?

sam pitroda varanasi

લાંબી રાહ જોયા બાદ સમાજવાદી પાર્ટીએ પ્રધાનમંત્રી મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. એસપીએ આ એલાન એવા સમય પર કર્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા ગાંધીને વારાણસીની ટિકિટ આપી શકે છે. ચૂંટણી વિશ્લેષકોના અનુસાર સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધીનું મેદાન સાફ કરવા માટે એક એવો ચેહરા પર દાવ લગાવ્યો છે જે મેયરની ચૂંટણી પણ નથી જીતી શક્યા.

સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને વારાણસીથી ગઠબંધનના ઉમેદવાર જાહેર કર્યા છે. શાલિનીએ સોમવારે સાંજે એસપીની સદસ્યતા લીધી અને તેના અમુક સમય બાદ જ ટિકિટ પણ આપી દીધી. શાલિની યાદવ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સદસ્પ અને વારાણસીના જુના નેતાઓમાં શુમાર શ્યામ લાલ યાદવના પરિવાર સાથે જોડાયેસા છે.

કોંગ્રેસમાં હતા શાલિની, અચાનક એસપીમાં શામેલ થયા

પ્રિયંકા ગાંધીની ગયા મહિનામાં થયેલી ગંગા યાત્રામાં શાલિની તેમની સાથે હતા. હવે તેમણે પાર્ટી બદલી લીધા છે અને તત્કાલ ટિકિટની ભેટ પણ મળી ગઈ છે. શાલિનીને પાર્ટી જોઈન કર્યા બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું કે આ વખતે બીજેપી અને કોંગ્રેસથી વધુ સીટો ક્ષેત્રિય દળ લાવા જઈ રહ્યા છે. કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકાર બનવા જઈ રહી છે. ક્ષેત્રીય દળ જ દેશને નવા પ્રધાનમંત્રી આપવા જઈ રહ્યા છે.

વિશ્વેષકોના અનુસાર એસપી-બીએસપી ગઠબંધને ખૂબ સમજી વિચારીને પીએમ મોદી વિરુદ્ધ એક એવા ઉમેદવારને ટિકિટ આપી છે જેને વધુ લોકો નથી ઓળખતા. આ એલાન બાદ હવે ગઠબંધન એવી આશા રાખી રહ્યું છે કોંગ્રેસ ધમાકો કરશે અને પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારશે. તમને જણાવી દઈએ કે વોટોની ગણતરી જોઈએ તો કોંગ્રેસ આ સીટ પર એસપી-બીએસપીથી વધુ મજબુત રહી છે.

કોણ છે શાલિની?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા સીટ પર મહાગઠબંધનની તરફથી સપાએ શાલિની યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યાં જ સોમવારે જ કોંગ્રેસ છોડીને સપામાં શામેલ થયા છે અને મોદીને ટક્કર આપવા માટે અખિલેશ યાદવે તેમને મેદાનમાં ઉતાર્યા છે.

પાર્ટીમાં શામેલ થયા બાદ શાલિનીએ કહ્યું કે, હું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નેતૃત્વમાં કામ કરીશ, હું તેમના દિશા-નિર્દેશો અનુસાર આગળ વધીશ.

શાલિની યાદવે એક ફેશન ડિઝાઈનર છે. તેમને રાજનીતી સ્વર્ગીય સસરા શ્યામ લાલ યાદવ પાસેથી મળી છે. શાલિની વારાણસીથી મેયરની ચૂંટણી લડી રહી છે.

ઉત્તર પ્રદેશના ગાજીપુરના રહેવા વાળા શાલિની યાદવના લગ્ન સ્વ. શ્યામલાલ યાદવના નાન દિકરા સુપુત્ર અરૂણ યાદવ સાથે થયા હતા. શાલિની બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયથી ઈંગ્લિશમાં બીએ ઓનર્સ કર્યું છે. ત્યાર બાદ તેમણે ફેશન ડિઝાઈનરમાં ડિપ્લોમાં કર્યું છે.

શાલિની યાદવના સસરા શ્યામ લાલ યાદવ કોંગ્રેસવા દિગ્ગજ નેતા રહ્યા છે. 1984માં વારાણસી લોકસભા સીટ પર સાંસદ બન્યા ત્યાર બાદ રાજ્યસભાના સદસ્ય બન્યા અને 1988માં રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય બન્યા. શ્યામ લાલ યાદવ રાજ્યસભાના ડિપ્ટી ચેરમેન પણ બન્યા હતા.  

શાલિનીનો આમ તો કંઈ ખાસ રાજનૈતિક સફર નથી પરંતુ તેમના પતિ અરૂણ યાદવ જરૂર પાર્ટીમાં સીધી પકડ ધરાવતા હતા. શાલિની યાદવે પોતાનો રાજકીય સફરમાં બે વર્ષ પહેલા શરૂ કર્યો છે.

શાલિની યાદવ 2017માં થયેલી નિગમની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર મેયર પદે ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડ્યા હતા. જોકે શાલિની યાદવ બીજેપીની મૃદુલા જાયસવાલ સામે હારીને બીજા સ્થાને હતી. શાલિની યાદવે કુલ એક લાખ ચૌદ હજાર વોટ મળ્યા હતા. 

2019ની લોકસભા ચૂંટણીમાં સપાથી વારાણસી સીટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જ્યાં તેમનો સીધો મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે છે. મોદી બીજી વખત વારાણસીની સીટથી ચૂંટણી મેદાનમાં છે.

Read Also

Related posts

લાલ બહાદુર શાસ્ત્રીના પૂત્રએ કોંગ્રેસની હાર માટે આ બે કારણોને જવાબદાર ગણાવ્યાં

Nilesh Jethva

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

Dharika Jansari

સેન્સેક્સ 40000 અને નિફટીમાં 12000ના નવા વિક્રમની રચના

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!