GSTV

પત્ની અને દીકરા સાથે સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આજમખાનને કોર્ટે કરી દીધા 3 દિવસ માટે જેલભેગા

સમાજવાદી પાર્ટીના સાંસદ આજમ ખાંએ કાર્ટમાં શરણાગતિ સ્વીકારી છે. આજમ ખાંએ એડીજે 6ના જામીન માટે કોર્ટમાં આરજી દાખલ કરી છે. આજમ ખાં વિરુદ્ધ ઘણા કેસોમાં બિનજામીનપાત્ર વોરંટ બહાર પડાયા છે. ઉલ્લેખનીય છે કે સંપત્તિનું જોડાણ હોવા છતા કોર્ટમાં હાજરના થવા પર સપાના સાંસદ આઝમ ખાન, તેમની પત્ની અને ધારાસભ્ય તાજિન ફાતમા અને પુત્ર અબ્દુલ્લા આઝમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ અપાયો હતો. સમાજવાદી પાર્ટીના સાંસજ આજમખાન, પત્ની તંજિન ફાતિમ અને દિકરા અબ્દુલ્લાહ આજમખાનને 2 માર્ચ સુધી જેલભેગા કરી દેવાયા છે. આઝમખાન સામે અત્યારસુધી 88 ફરિયાદો નોંધાઈ છે.

કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

કોર્ટે સોમવારે ત્રણેયની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી. અબ્દુલ્લા આઝમ ખાનને બે જન્મ પ્રમાણપત્રો હોવાના મામલામાં ભાજપના નાના ઉદ્યોગ સેલના પ્રાદેશિક કન્વીનર આકાશ સક્સેનાએ 3 જાન્યુઆરી, 2019 ના રોજ ગંજ પોલીસ સ્ટેશનમાં આઝમ ખાન, ફાત્મા અને અબ્દુલ્લા વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી હતી.

કોર્ટે આપ્યા આ આદેશ

જોકે પોલીસે એપ્રિલમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેની સુનાવણી એડીજે -6 ધીરેન્દ્ર કુમાર કોર્ટમાં ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ગેરહાજર રહેવા પર કોર્ટે ત્રણેય સામે પહેલા સમન્સ ઇશ્યુ કરવા, ત્યારબાદ જામીનપાત્ર વોરંટ અને પછીથી બિનજામીનપાત્ર વોરંટ આપવાનો આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

અમદાવાદની આ સોસાયટીના સભ્યો ઘરની બહાર ન નીકળે એટલે દરવાજે પતરા લગાવી પ્રવેશ કરાયો બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!