ભારત રત્ન સહિતનાં પદ્મ પુરસ્કારોની જાહેરાત થયા પછી વિવાદ શમવાનું નામ નથી લેતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી,ભૂપેન હજારીકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન આપવા પાછળ કેન્દ્ર સરકારનો ચોક્કસ રાજકિય ઇરાદો હોય શકે છે તેવું રાજનેતાઓ કહે છે. એક તરફ નેતાઓ અને રાજકિય સંગઠનો આને વોટબેન્કની રાજનિતી ગણાવી રહ્યા છે. બીજી તરફ ઘણાં લોકો ભારત રત્ન પાછળ લોકસભાનું દ્રશ્ય જુએ છે.
એવોર્ડની જાહેરાત થયા બાદ ઘણાં નેતાઓએ વિવાદીત બયાનબાજી કરી છે. હવે આ વિવાદ માં સમાજવાદી નેતા આઝમ ખાને જંપલાવ્યું છે. યુપીનાં કદાવર નેતા આઝમ ખાને કહ્યું છે કે, “RSSની દાવત કબુલ કરવા માટે પ્રણવ મુખર્જીને આ એવોર્ડ મળ્યો છે.”
શું બોલ્યા આઝમ ખાન ?
મિડીયા કર્મીએ જ્યારે “ભારત રત્ન” મુદ્દે સવાલ કર્યો. ત્યારે આઝમ ખાને જણાવ્યું કે પ્રણવ મુખરજીને ભારત રત્ન આપવા પાછળ કોઈ રાજકારણ નથી. હકિકતે તેમણે RSS હેડક્વાર્ટરની દાવત કબુલ કરી હતી. તેનાં બદલામાં સંઘે કાંઈક તો આપવું જોઈએ ને..તો “ભારત રત્ન” સંઘની દાવતનું જ ઇનામ છે.
હું તેને લાયક છું કે નહિ..મને ખબર નથી.!
આઝમ ખાને કહ્યું હતું કે જ્યારે પ્રણવ મુખર્જીને ભારત રત્ન અપાયાની જાણ કરવામાં આવી તો તેમણે સૌ પ્રથમ એ જ જવાબ આપ્યો હતો કે, હું નથી જાણતો કે હું આને લાયક છું કે કેમ? આ સાથે જ આઝમ ખાને કહ્યું કે,કદાચ પ્રણવદા ને પણ નહિ સમજાયું હોય કે BJPનાં વડપણ હેઠળની સરકાર મને શા માટે ભારત રત્ન માને છે. જ્યારે મિડિયાએ પુછ્યું કે, બંગાળમાં પગપેસારો કરવાનું આ પ્રથમ પગલું તો નથી ને..? ત્યારે આઝમ ખાને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,બંગાળમાં ભાજપ ભલે પગ પેસારો કરે પણ ધ્યાન રાખે કે પગ નીચે એસીડ તો નથી ને…!
તમને જણાવી દઈએ કે ભારત રત્ન મામલે અવિરત નિવેદનબાજી ચાલી રહી છે. તેવામાં કોઈ આને સારો નિર્ણય ગણાવે છે તો કોઈ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહ્યું છે. બયાનબાજીમાં સુર પુરાવતા સાંસદ અસદ્દુદિન ઓવૈસી એ કહ્યું છે કે, જેટલા લોકોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે તે પૈકી કેટલા દલિત,આદિવાસી મુસલમાન અને ગરીબ લોકો શામેલ છે.
READ ALSO
- સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…
- દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ
- પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ
- મહિલા જજ ચેમ્બરમાં વકીલો સાથે કરતી હતી સેક્સ, ફેમિલી કોર્ટને ફનહાઉસ બનાવી રાખી હતી
- ડ્રાઈવિંગના નિયમોમાં મોદી સરકાર કરી રહી છે મોટો ફેરફાર : નોટિફિકેશન બહાર પાડ્યું, નવા વર્ષે થશે અમલ