સમાજવાદી પાર્ટીએ વધુ ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી અપર્ણા યાદવના નામની બાદબાકી

સમાજવાદી પાર્ટીએ વધુ ચાર ઉમેદવારની યાદી જાહેર કરી છે. જોકે, આ યાદીમાં અપર્ણા યાદવના નામની બાદબાકી કરવામાં આવી છે. સપાએ ગોંડા બેઠક પરથી વિનોદકુમાર, બારાબંકીથી રામ સાગર રાવત, કેરાના બેઠક પરથી તબસ્સુમ હસન અને સંભલ બેઠક પરથી શફીકુર રહમાનને ટિકિટ આપી છે.

આ પહેલા એવી પણ ચર્ચા કરવામાં આવતી હતી કે, સંભલ બેઠક પરથી સપા અપર્ણા યાદવને ટિકિટ આપી શકે છે. જોકે, સપાએ સંભલ બેઠક પરથી શફીકુર રહેમાનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

આ પહેલા સમાજવાદી પાર્ટીએ મુલાયમસિંહ યાદવને મેનપુરી, સપાના મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવને ફિરોજાબાદ, કમલેશ કઠેરિયાને ઈટાવા, ભાઈલાલ કોલને રોબર્ટસગંજ અને શબ્બીર વાલ્મીકિને બહરાઈચથી ટિકિટ આપી છે. જ્યારે કન્નૌજથી ડિંમ્પલ યાદવને ટિકિટ આપી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter