GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ફરી સીએમ નહીં બની શકતાં અખિલેશ છેલ્લાં 2 વર્ષથી ઘરમાં એકલા રમે છે ટેનિસ, કારણો વાંચશો તો ચોંકી જશો

સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ હાલનાં દિવસોમાં એકલા ટેનિસ રમતા દેખાઈ રહ્યા છે. 2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ તેમણે જ્યારથી સીએમ હાઉસ ખાલી કર્યુ છે ત્યારથી તેઓ તેમના નવા ઘરમાં એકલા ટેનિસ રમતા દેખાઈ રહ્યા છે. પાછલા બે વર્ષોમાં સપા નેતાએ આ ખેલમાં પર્યાપ્ત આત્મવિશ્વાસ મેળવી લીધો છે. સંભવત: આ કારણે જ તેઓ નિયમિતરૂપથી વિરોધીઓને હરાવવા માટે આમંત્રણ મોકલે છે. ત્યારબાદ તેમની સાથે રમીને પોતાનો આત્મવિશ્વાસ બમણો કરે છે.

એક અહેવાલ મુજબ, અખિલેશ 2022માં થનારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એકલા મેદાનમાં ઉતરશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ હતુ. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન થયુ હતુ. લગભગ અઢી દાયકા બાદ એવી તક આવી છે. જ્યારે સપા અને બસપાનું ગઠબંધન થયુ હતુ. વિપક્ષીઓએ તેને બુઆ-બબુઆનું ગઠબંધન કહ્યુ હતુ. પરંતુ આ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં કોઈ ખાસ કરિશ્મા દેખાડી શક્યુ ન હતુ. ખાસ કરીને સમાજવાદી પાર્ટીને કોઈ ફાયદો થયો ન હતો.

હવે માનવામાં આવી રહ્યુ છેકે, અખિલેશ યાદવ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના દમ પર રાજ્યની બધી જ વિધાનસભા સીટો પર ઉમેદવાર ઉતારશે. કહેવામાં આવી રહ્યુ છેકે, ગઠબંધનના રાજકારણથી અખિલેશ યાદવનો અનુભવ ખાટ્ટો રહ્યો છે.  જેથી, હવે તેઓ એકલા જ મેદાનમાં ઉતરશે. એ વાત અલગ છેકે, તેમના પિતા અને પાર્ટીનાં સંરક્ષક મુલાયમ સિંહ યાદવ પહેલાથ  જ અખિલેશ યાદવને મેદાનમાં ઉતરવા માટે કહી રહ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!