ભાજપ બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોનુ લિસ્ટ જાહેર કર્યુ છે. આ નેતાઓ યુપી ચૂંટણી માટે પ્રચાર કરવાના છે. સમાજવાદી પાર્ટીના પ્રચારકોના લિસ્ટમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ તેમજ અખિલેશ યાદવ સહિતના 30 લોકોના નામ છે. તેમાં ભાજપ છોડીને આવેલા સ્વામી પ્રસાદ મૌર્યનો પણ સમાવેશ કરાયો છે.

યુપી ચૂંટણીના પહેલા તબક્કા માટે 10 ફેબ્રુઆરીએ વોટિંગ થવાનુ છે. સપાની યાદીમાં આઝમખાનને પણ સામેલ કરાયા નથી કારણકે, તે જેલમાં છે જ્યારે મહારાષ્ટ્રના સપાના અધ્યક્ષ અને વિવાદીત નિવેદનો આપનાર અબુ આઝમીને પણ તેમાં સ્થાન મળ્યુ નથી.

ભાજપ છોડીને આવેલા બીજા બે મંત્રીઓ દારાસિંહ ચૌહાણ અને ધર્મસિંહ સૈનીને પણ આ લિસ્ટમાં સમાવાયા નથી. આ લિસ્ટમાં જયા બચ્ચન, અખિલેશના પત્ની ડિમ્પલ યાદવનો સમાવેશ કરાયો છે. ઉત્તર પ્રદેશના ૪૦૩ વિધાનસભા મતવિસ્તારોની ચૂંટણી ૧૦ ફેબ્રુઆરીથી સાત તબક્કામાં યોજાશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3 અને 7 માર્ચે મતદાન યોજાશે. મતગણતરી ૧૦ માર્ચે થશે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી