સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી લડશે?

સમાજવાદી પાર્ટીએ વધુ ચાર ઉમેદવારની યાદી જાહેર કરી છે. જોકે, આ યાદીમાં અપર્ણા યાદવના નામની બાદબાકી કરવામાં આવી છે. સપાએ ગોંડા બેઠક પરથી વિનોદકુમાર, બારાબંકીથી રામ સાગર રાવત, કેરાના બેઠક પરથી તબસ્સુમ હસન અને સંભલ બેઠક પરથી શફીકુર રહમાનને ટિકિટ આપી છે. આ પહેલા એવી પણ ચર્ચા કરવામાં આવતી હતી કે, સંભલ બેઠક પરથી સપા અપર્ણા યાદવને ટિકિટ આપી શકે છે. જોકે, સપાએ સંભલ બેઠક પરથી શફીકુર રહેમાનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

દેશનાં તમામ રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે લોકસભા સીટો છે. તેમાં પણ દરેક રાજકિય પક્ષની નજર યુપી પર છે. જો કે બુઆ-બબુઆ એ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બન્ને પાર્ટીનાં વડા એ ભાજપને સત્તાથી દુર કરવા માટે આ નિર્ણય કર્યો છે. જો કે ત્યારબાદ જ મહાગઠબંધનની રાજનિતીનો ઉદય થયો છે. સપા-બસપાનાં ગઠબંધનમાંથી કોંગ્રેસ બાકાત છે. ત્યારબાદ જ કોંગ્રેસે એકલા હાથે લડી લેવા મૂડ અપનાવ્યો છે. દિલ્હીની ગાદી મેળવવાનો રસ્તો યુપી માંથી થઈને જાય છે. હવે જોવાનું એ રહેશે કે કોણ બાજી મારશે?

READ ALSO  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter