GSTV
Home » News » અખિલેશ યાદવનો પ્રહાર, કોંગ્રેસીઓએ હંમેશાં સમાજવાદીઓને છેતરી

અખિલેશ યાદવનો પ્રહાર, કોંગ્રેસીઓએ હંમેશાં સમાજવાદીઓને છેતરી

લોકસભાની ચૂંટણીઓની રાજકીય લડાઈ જીતવા માટે, રાજકીય પક્ષો અને તેમના ટોચના નેતાઓ પરસેવો પાડી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોના રાજકારણીઓ એકબીજા પર શાબ્દીક હુમલો કરી રહ્યા છે હવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલેશ યાદવે કૉંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

Akhilesh Yadav: Desh mein agar samajwadion ko kabhi kisi ne dhokha diya hai toh Congress ke logon ne hume dhokha diya hai. Ye sahi hai ki humara gathbandhan tha lekin hume nahi pata tha ke Congress mein zyada ghamand hai, gathbandhan kuch nahi hota ghamand zyada badi cheez hai. pic.twitter.com/wjCNa24n7i— ANI UP (@ANINewsUP) April 24, 2019

ત્યારે કોંગ્રેસ સાથે જોડાણમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડનારા અખિલેશ યાદવે કહ્યું હતું કે, “જો દેશમાં કોઈએ સમાજવાદી સાથે છેતરપિંડી કરી હોય, તો તે કોંગ્રેસના લોકો છે. કોંગ્રેસના લોકોએ અમારો વિશ્વાસઘાત કર્યો છે. જોકે તે સાચું છે કે અમે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું. અમને ખબર ન હતી કે કોંગ્રેસમાં વધુ ઘમંડ છે. ગઠબંધન કંઈ નથી અને ઘંમડ એ એક મોટી વાત છે. ‘

ત્યાર પછી, કોંગ્રેસ પાર્ટીએ પ્રચારમાં પ્રિયંકા ગાંધી વાઢેરાને ઉતાર્યા છે. ત્યારે આનાથી રાજકીય વાતાવરણ બદલાયું અને એસપી-બીએસપી-આરએલડી જોડાણ દ્વારા કોંગ્રેસને એકસાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ બેઠકોની વહેંચણી અંગે કોઈ વાત ના બની અને કોંગ્રેસ પક્ષે ઉત્તર પ્રદેશમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારથી, એસપી-બીએસપી-આરએલડી અને કોંગ્રેસ સામ-સામે આવ્યા છે. અગાઉ, સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સાથે લડ્યા હતા. સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે, યુપીમાં એસપી સત્તામાંથી બહાર નીકળી ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીએ બહુમતી જીતીને સરકાર જીતી લીધી હતી અને સરકારની રચના કરી હતી.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!