GSTV
Home » News » તો આ કારણે પ્રિયંકા ગાંધી મોદી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા

તો આ કારણે પ્રિયંકા ગાંધી મોદી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા

sam pitroda varanasi

પીએમ મોદીએ 26 એપ્રિલના રોજ વારાણસીથી પોતાનું નામાંકન ભર્યું. જેના એક દિવસ પહેલા એટલે કે 25 એપ્રિલે મોદીએ 7 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. પીએમ મોદી વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી લડવાના હોવાની ચર્ચાએ છેલ્લા કેટલાય સમયથી જોર પકડ્યું હતું. પણ 25 એપ્રિલે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામ પર મહોર મારી દીધી. જેનું નામ અજય રાય. 2014માં કોંગ્રેસના આ ઉમેદવાર મોદી સામે જ લડ્યા હતા અને ત્રીજા પાયદાન પર રહ્યા હતા. જ્યારે અરવિંદ કેજરીવાલે બીજા નંબરની પોઝિશન મેળવી હતી. અજય રાયને આ ચૂંટણીમાં 75,000 મત મળ્યા હતા.

આ વચ્ચે પ્રિયંકા ગાંધીની વારાણસીથી ચૂંટણી લડવા અંગે સામ પિત્રોડાએ જવાબ આપ્યો છે. ઈન્ડિયન ઓવરસીઝ અને કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોદાએ કહ્યું કે, વારાણસીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય પ્રિયંકાનો પોતાનો છે. એક સવાલના જવાબમાં સામ પિત્રોદાએ કહ્યું કે,

પાર્ટી અધ્યક્ષ પ્રિયંકા ગાંધી પર નિર્ણય છોડી દેવામાં આવ્યો હતો. તેમણે નિર્ણય લીધો કે એક સીટ પર ફોક્સ કરવાની જગ્યાએ પાર્ટીએ તેમને જે જવાબદારી આપી છે તેના પર ફોક્સ કરે. તો ફાઈનલી આ તેમનો નિર્ણય છે.

સેમ પિત્રોદાને જ્યારે પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધી જો બંને સીટથી ચૂંટણી જીતી જાય, તો શું તેઓ બીજી સીટ પર પ્રિયંકા ગાંધીને લડાવશે ? જેના જવાબમાં સામ પિત્રોડાએ કહ્યું કે,

રિઝલ્ટ આવ્યા બાદ આપણે આ વિશે વાત કરીશું.

જો કે 21 એપ્રિલે મીડિયા સાથે વાત કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, જો પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો હું બનારસથી ચૂંટણી લડવા માટે તૈયાર છું.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!