GSTV
Gujarat Government Advertisement

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ભાષણ આપવા આવેલા આ દેશના રાષ્ટ્રપતિએ કહ્યું, ‘સેલ્ફી પ્લીઝ’

Last Updated on September 28, 2019 by Arohi

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે એક અજીબ ઘટના ઘટી. અહીં એક રાષ્ટ્રપતિએ પોતાનું પહેલું ભાષણ આપ્યા પહેલા કહ્યું કે, ‘હું એક સેલ્ફી તો લઈ લઉ’ પછી ભાષણ શરૂ કરીશ. તેના પર મહાસભામાં ઉપસ્થિત દરેક લોકો ચોંકી ઉઠ્યા.

હકીકતે અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નયબ બુકેલેએ પોતાના ભાષણ પહેલા સેલ્ફી લીધી અને પછી તેમણે પોતાનું ભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે બસ એક મિનિટ આપો અને આટલું કહ્યા બાદ તેમણે પોતાનો મોબાઈલ કાઠ્યો અને સ્માઈલ સાથે એક સેલ્ફી લીધી. ત્યાર બાદ તેમણે પોતાની આ તસ્વીરને ટ્વિટર પર પોસ્ટ પણ કરી.

તેમણે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વિશ્વ નેતાઓના સમ્મેલનમાં મસ્તિના મુડમાં કહ્યું, મારો વિશ્વાસ કરો, ઘણા લોકો આ સેલ્ફીને જોશે જ્યારે હું તેને શેર કરીશ. મને લાગે છે કે એક મેં એક સારી સેલ્ફી લીધી છે. સાથે જ તેમણે કહ્યું કે વિશ્વના નેતાઓની વાર્ષિક શિખર બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ કરવામાં આવે છે. સાથે જ કહ્યું કે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને અહીં કરેલા ભાષણથી વધુ પ્રભાવ નાખી શકાય છે.

લગભગ 66 લાખ લોકોનાના મધ્ય અમેરિકી દેશ અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિએ જૂનમાં શપથ લીધી હતી. તેમણે ગરીબી અને મોટા પાયે ગેંગ હિંસાને ખતમ કરવાનું કામ કર્યું. સૈન સલ્વાડોરના પૂર્વ મેયર રહી ચુકેલા બુકેલે સોશિયલ મીડિયાનો ખુબ ઉપયોગ કરે છે. આ પહેલા તેમણે બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બુકેએ આ બેઠક બાદ સંવાદદાતાઓને કહ્યું કે અમારી માટે અમેરિકાન ફક્ત એક સહયોગી છે પરંતુ એક મિત્ર પણ છે. અમને આશા છે કે આ બેઠક આપણા સંબંધને વધુ મજબુત કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!