GSTV

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

પોલીસ

Last Updated on December 7, 2021 by GSTV Web Desk

જો કોઇ પોલીસ કર્મચારી ચાલુ નોકરીએ કોરોના અથવા અન્ય કોઇ ગંભીર તકલીફના કારણે મૃત્યુ પામે તો તેમના પરિવારને સહાયરૂપ થવા માટે હાલ એક વિશેષ યોજના શરુ કરવામાં આવી છે. સોમવારના રોજ આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. કોરોના સંક્રમણના શિકાર બનેલા પોલીસ કર્મચારીના પરિવારને સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી પ્રાથમિક જરૂરિયાત, આરોગ્ય, શિક્ષણ, રોજગાર સબંધી જરૂરિયાતના ઉદ્દેશથી અમદાવાદ પોલીસે પોલીસ પરિવાર કલ્યાણ યોજના શરૂ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને બિરદાવી. અને આવી યોજના અન્ય શહેરોમાં પણ શરૂ કરવા સૂચન કર્યું હતું. જ્યારે આવા પરિવારના લોકોને રોજગારી પૂરી પાડવા માટે પણ અનેક સંસ્થાઓ સામે આવી છે.

એક પોલીસ કર્મચારીના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાના કારણે તેમના પરિવારના સભ્યોને એક વર્ષનું અનાજ-કરિયાણું ભરી આપવામાં આવશે, જ્યારે એક પોલીસ કર્મચારીની પત્નીને ખાનગી કંપનીમાં નોકરી પણ અપાવવામાં આવશે. આ સિવાય એક કર્મચારીનો પુત્ર કલાસ – 1 – 2 ની પરીક્ષાની તૈયારી કરે છે. તેના ખાનગી કોચિંગ માટેનો તમામ ખર્ચ પણ આ યોજના હેઠળ ઉપાડવામાં આવશે.

આવનાર સમયમા પોલીસ પરિવાર કલ્યાણ યોજનાના નામનું એક ટ્રસ્ટ બનાવી પણ પૈસા એકત્રિત કરવામાં આવશે. આ ટ્રસ્ટમાંથી પોલીસ કર્મચારીઓના ઘરના સદસ્યોને યોગ્ય સહાય આપવામાં આવશે. પોલીસ દ્વારા એનજીઓને પણ મદદ કરવા માટે વિનંતી કરી છે.

Read Also

Related posts

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!