GSTV

હેલ્થ/ કબજિયાતની સમસ્યામાંથી રાતોરાત છૂટકારો અપાવશે આ ખાસ પાણી, માત્ર બે જ વસ્તુઓથી થઇ જશે તૈયાર

કબજિયાત

કબજિયાતની સમસ્યા કોઇપણ ઉંમરે અને કોઇપણ વ્યક્તિને થઇ શકે છે. દુનિયટાભરમાં 20 ટકા લોકો તેનાથી પીડિત છે. પરંતુ એવુ નથી કે કબજિયાતની સમસ્યાનો ઇલાજ નથી. કબજિયાતની સમસ્યાનો તમે ઘરેબેઠા જ ઇલાજ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમારે શું કરવાનું છે…

મીઠાનું પાણી પીવાના ફાયદા

જ્યારે પણ તમને કબજિયાતની સમસ્યા થાય તો એક ગ્લાસ પાણીમાં મીઠુ નાંખો અને તેને મિક્સ કરીને પી લો. તેનાથી પાચન તંત્ર સાફ થશે અને સાથે જ કબજિયાતના લક્ષણોથી પણ રાહત મળશે. તે આંતરડાની બહારથી સફાઇ કરે છે પરંતુ સમસ્યાને જડમૂળથી દૂર કરવામાં મદદરૂપ છે. મીઠુ શરીરને પ્રાકૃતિક રૂપે ડિટોક્સ કરીને અને સિસ્ટમમાં સારા ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરૂ પાડવામાં મદદ કરે છે જેનાથી પાચન તંત્ર ઠીક થાય છે અને શરીરનો કચરો દૂર થાય છે. 

જો તમે મીઠાનું પાણી સવારે ખાલી પેટે પીવો છો તો તેનો વધુ ફાયદો થાય છે. પરંતુ જો તમે તેને દિવસ દરમિયાન પીવો તો તે સુનિશ્વિત કરો કે તમે પાછલા એક કે બે કલાકમાં કંઇ ન ખાધુ હોય.

મીઠાનું પાણી બનાવવા માટે એક મોટા જાર અથવા બોટલમાં લગભગ એક લીટર ફિલ્ટર્ડ પાણી નાખો અને પાણી ગરમ કરી લો. ધ્યાન રાખો કે પાણી ઉકાળવાનું નથી પરંતુ હુંફાળુ ગરમ કરો. આ પાણીમાં 2-3 મોટી ચમચી મીઠુ નાંખીને મિક્સ કરી દો. પાણી તૈયાર થયા બાદ તેના મોટા ઘૂંટડા પીવો અને આ મિશ્રણને જલ્દી પીવાનો પ્રયાસ કરો. પ્રયાસ કરો કે 10 મિનિટમાં આ મીઠાનું પાણી પૂરુ થઇ જાય.

નિશ્વિત રૂપે આ ઉપાય 30 મિનિટની અંદર કામ કરવાનું શરૂ કરે છે અને તમારા શરીરનો કરચો બહાર કાઢે છે. તમે થોડા જ સમયમાં રાહત અનુભવશો.

Read Also

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!