GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વાળ કપાવવા કે દાઢી કરાવવા જાઓ તો સાથે રાખજો આધારકાર્ડ, સલૂન સંચાલકોએ બનાવવું પડશે લિસ્ટ

આધારકાર્ડ

લોકડાઉન પાર્ટ પાંચમાં હળવા કરી દેવાયેલા પ્રતિબંધો વચ્ચે બ્યુટી પાર્લર અને હેર સલૂન પણ ખુલી ચુક્યા છે. સંક્રમણનું જોખમ હોવા છતા લોકો સલૂનમાં વાળ કપાવવા માટે પણ જઈ રહ્યા છે ત્યારે તામિલનાડુ સરકારે એક પરિપત્ર બહાર પાડીને સલૂન સંચાલકોને સૂચના આપી છે કે, વાળ કપાવવા માટે કે બ્યુટી ટ્રીટમેન્ટ માટે આવતા ગ્રાહકોનું એક રજિસ્ટર તૈયાર કરવામાં આવે. તેમાં ગ્રાહકોના આધાર કાર્ડ સહિતની જાણકારી રાખવામાં આવે.

સરકારે આ પગલું એટલા માટે ભર્યું હોવાનું મનાય છે કે, જો બ્યુટી પાર્લર કે હેર સલૂન થકી કદાચ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો સંપર્કમાં આવનારા લોકોને ટ્રેસ કરી શકાય. આધાર કાર્ડ થકી વ્યક્તિનું નામ સરનામુ આસાનીથી શોધી શકાય છે. કદાચ બીજા રાજ્યોની સકરારો પણ તામિલનાડુ સરકારનુ અનુકરણ કરે તો નવાઈ નહી હોય.

તામિલનાડુમાં 2 અઠવાડિયા પહેલા 11,760 કેસ હતા. જે આજે બે અઠવાડિયામાં ડબલથી પણ વધી ગયા છે. તામિલનાડુમાં સૌથી વધુ સંક્રમિત ચેન્નઈ છે. જ્યાં પોઝીટીવ કેસનો આંક 15 હજારને પાર થયો છે. દેશમાં સૌથી વધુ સંક્રમિત શહેરોમાં મુંબઈ બાદ બીજા નંબરે ચેન્નઈ આવે છે. મુંબઈમાં સંક્રમિતનો આંક 40 હજાર નજીક છે. જ્યારે બીજા નંબરે ચેન્નઈ આવે છે. ચેન્નઈમાં સૌથી વધારે 967 પોઝીટીવ આવતાં આંક 15766 થયો છે. જેમાંથી 8000થીવધારે લોકો સાજા પણ થયા છે. ચેન્નઈમાં 141 લોકોના મોત થયા છે. ચેન્નઈ બાદ ચેગલપટ્ટુમાં પણ કોરોના સંક્રમણના આંક 1220 થયા છે. જ્યારે થિરુવલ્લુરમાં પણ કોરોના સંક્રમણનો આંક 1000 નજીક પહોંચી ગયો છે.

કોરોના

તામિલનાડુમાં 2 મેના રોજ 2757 પોઝીટીવ હતા આજે 23 હજારને પાર

તામિલનાડુમાં મહિના પહેલા 3 હજાર કેસ પણ નહોતા પરંતુ છેલ્લા 6 દિવસમાં જ નવા 6 હજાર પોઝીટીવ આવ્યા છે. તામિલનાડુમાં અત્યાર સુધી વધુ 1162 નવા કેસ આવતાં આંક 23495 થયો છે. તામિલનાડુમાં હજુ પણ 10138 કેસ એક્ટિવ છે. જ્યારે 13170 લોકો સાજા થયા છે. તામિલનાડુમાં મોતનો આંક 187 થયો છે. તામિલનાડુમાં 2 મેના રોજ 2757 પોઝીટીવ હતા પરંતુ તે પછીથી ક્યારેય 400થી નીચે આંક આવ્યો નથી. તામિલનાડુમાં હાલમાં રિકવરી પણ સારી થઈ રહી છે. તામિલનાડુમાં કેસો વધવા સાથે 15 મેથી રિકરવી આંક પણ ઊંચો રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં તામિલનાડુ આવે છે. અહીં સૌથી વધારે સંક્રમિત શહેર ચેન્નઈ પણ સૌથી વધુ સંક્રમિત થયું છે. ચેન્નઈમાં પોઝીટીવ આંક 15 હજારને પાર થઈ ચૂક્યો છે. દેશમાં કોરોના સંક્રમણના આંક 1.93 લાખથી પણ વધારે થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસનો આંક 95000ને પાર થયો છે. દેશમાં કોરોનાને કારણે 5437 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાલત બગાડી, નવા 6555 કેસ, 151નાં મોતથી હાહાકાર

Pravin Makwana

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva

સુત્રાપાડામાં 4, જામ ખંભાળિયામાં 6 અને ગીરગઢડામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ધારીમાં નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!