GSTV

સઈ સાથે સલમાનનો ફોટો થયો વાયરલ, જાણો તે છે કોણ

સલમાનખાનની હવે પછીની ફિલ્મ દબંગ-3 છે. ફિલ્મમાં સલમાન ફ્કત સોનાક્ષી જ નહી પરંતુ મહેશ માંજરેકરની દિકરી સઈ માંજરેકરની સાથે પણ રોમાન્સ કરતા નજરે પડશે. ત્યારે સલમાન સઈને ફુલ ઓન પ્રમોટ કરી રહ્યા છે.

ફિલ્મની સાથે સાથે હાલમાંજ સઈએ એક ફોટો શેર કર્યો છે. આ ફોટોગ્રાફમાં સલમાન અને સઈ કારનાં કાચમાં નજરે પડી રહ્યા છે. આ ફોટનાં કેપ્શનમાં સલમાન ખાને લખ્યું છે કે રેયર રેયરવ્યૂ સેલ્ફી. ઉલ્લેખનીય છે કે દબંગ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ફિલ્મ દબંગ-3 દેશની સૌથી વધારે સિનેમાઘરોમાં રિલીઝ થવાનો રેકોર્ડ બનાવા જઈ રહી છે. હિન્દી સિનેમમાં અત્યાર સુધી સૌથી વધારે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મનો રેકોર્ડ આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરિના સ્ટારર ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પાસે હતો.

છેલ્લા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મને તેની પ્રોડક્શન કંપની 4950 સ્ક્રીન્સ પર એક સાથે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. હવે સલમાન ખાન તેની ફિલ્મ દબંગ-3 આ ત્રણ ભાષાઓ ઉપરાંત કન્નડમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. હિન્દી સિનેમામાં કોઈ સ્ટારની એક સાથે ચાર ભાષાઓમાં રિલીઝ થનારી ફિલ્મ દબંગ-3 હશે.

READ ALSO

Related posts

કોરોનાના ખતરા વચ્ચે ખુશખબરી! સરકારી બેન્ક બાદ આ ખાનગી બેન્કો પણ 3 મહિના સુધી નહી લે લોન EMI

Ankita Trada

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!