GSTV
Home » News » સલમાનને જામીન મળ્યા, બિશ્નોઇ સમાજ હાઈકોર્ટમાં જશે

સલમાનને જામીન મળ્યા, બિશ્નોઇ સમાજ હાઈકોર્ટમાં જશે

સલમાન ખાનની જામીન અરજી પર બે વાગ્યા સુધી ચૂકાદો અાવવાની સંભાવના વચ્ચે હવે 3 વાગે અા અંગે નિર્ણય લેવાય તેવી સંભાવના હતી. જેમાં જજ જોષીઅે અાખરે તમામ બાબતોની ચકાસણી કરીને સલમાનના જામીન મંજૂર કરી દીધા છે. સલમાનને જામીન મળવાના સમાચાર બાદ કોર્ટ બહાર હાજર તમામ ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. સલમાનને અાજે જામીન ન મળ્યા હોત તો સોમવાર સુધી જેલમાં રહેવાની નોબત અાવી હોત.  ફિલ્મ  ઇન્ડસ્ટ્રીઝના 600 કરોડ રૂપિયા સલવાયા હોવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અા મામલે ખુશી વ્યાપી છે. સલમાનની બહેનોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તમામની નજરો અા ઘટના પર છે. અલવીરા મંદીરમાં જઇને પણ અાવી છે.  કોર્ટના જજ આર કે જોશીએ સૂનાવણી શરૂ કરી હતી. આમ તો તેમની બદલી થઇ ચૂકી છે પરંતુ રીલિવ થતા પહેલા તેઓ જામીન અરજી પર ચૂકાદો આપી શકે છે. આજે જજે બંને વકીલોની પ્રારંભિક દલીલો સાંભળી હતી. જેમાં સરકારી વકિલે સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તો સલમાને જામીન માટેની તમામ શરતો માની હતી. જજ જોષી અા બાબતે હવે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરી રહ્યાં છે. તેઅો તમામ હકિકતોને તપાસી રહ્યાં છે. કોર્ટની બહાર સલમાનના સમર્થકો ભેગા થવાના શરૂ થઈ ગયા છે. સલમાનને જામીન મળતાં ફેન્સમાં ખુશીનો માહોલ છે.

મહત્વનું છે કે જે જજ જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા છે તેમની પ્રમોશન સાથે બદલી થઇ છે. રાજસ્થાનમાં સાગમટે થયેલી ૮૭ જજોની બદલીમાં સલમાનના જામીનની સૂનાવણી કરી રહેલા આર કે જોશીની પણ બદલી કરાઇ છે. આર કે જોશીની સિરોહી બદલી કરાઇ છે. જયારે કે તેમના સ્થાને જજ ચંદ્રકુમાર સોંગરાની બદલી કરાઇ છે. મહત્વનુ છે કે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને પાંચ વરસની સજા કરવામાં આવી છે.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

આ સજા બાદ સલમાને જામીન અરજી કરી હતી. જેમાં શુક્રવારે દલીલો બાદ કોર્ટે આજ પર ચુકાદો અનામત રાખ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે મોડી રાતે જામીન અરજી પર સૂનાવણી કરનારા જજ સહિત રાજસ્થાનમાં ૮૭ જજોની બદલી કરી દેવાઇ છે. જો કે આજે જો સૂનાવણી ટળે છે તો સલમાનને વધુ બે રાત જેલમાં વીતાવવી પડી શકે તેમ છે. બાદમાં સોમવારે કોર્ટ ખુલતા જામીન પર સૂનાવણી શક્ય બની શકે છે.

અદાલતમાં સુનાવણી દરમિયાન પરિસરની બહાર આવેલા એક વકીલે કહ્યુ હતુ કે શુક્રવારની સુનાવણી દરમિયાન ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો ન હતો. પરંતુ બંને પક્ષોની વચ્ચે દલીલો બાકી હતી. આ દલીલો શનિવારે પણ ચાલુ રહી હતી. અદાલતમાં સુનાવણી વખતે સલમાનખાનની બહેનો અલવીરા અને અર્પિતા બંને કોર્ટમાં હાજર હતી. સલમાનનો બોડીગાર્ડ પણ કોર્ટમાં હાજર હતો. આ પહેલા સેશન કોર્ટના ન્યાયાધીશ રવિન્દ્ર જોશીએ સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારનારા સીજેએમ કોર્ટના ન્યાયાધીશ ખત્રી સાથે પણ મુલાકાત કરી હતી. રાજસ્થાનમાં 87 ન્યાયાધીશોની બદલીઓને કારણે સલમાનખાનની જામીન અરજી પર સેશન કોર્ટમાં સુનાવણી થવા કે નહીં થવા બાબતે સસ્પેન્સ હતું. જો કે કોઈપણ ન્યાયાધીશની ટ્રાન્સફરના નિર્ણયના અમલમાં એક સપ્તાહથી દશ દિવસ સુધીનો સમય લાગે છે. તેને કારણે જસ્ટિસ રવિન્દ્રકુમાર જોશીએ જ જામીન અરજી પર સુનાવણી કરી હતી.  તો જેલ અધિકારીએ સલામાન ખાનને જેલમાં કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ રહી નહીં હોવાનું જણાવ્યું છે. જેલ અધિકારીએ કહ્યુ છે કે સલમાન ખાનને જેલનું ભોજન જ આપવામાં આવ્યું છે.

સલમાન ખાનની બહેન અલવિરા બેભાન થઈ હતી

સલમાન ખાનના જામીન અંગે સુનવણી ચાલી રહી હતી ત્યારે કોર્ટ રૂમમાં સલમાન ખાનની બહેન અલવિરા બેભાન થઇ ગઇ હતી.અચાનક અલવિરાના બેભાન થવાથી બોડિગાર્ડ શેરાએ તેને કોર્ટ રૂમથી બહાર લઇ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,કાળિયાર શિકાર કેસ માટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા થઇ છે. એટલે હાલ સલમાનની બન્ને બહેન અલવિરા અને અર્પિતા સાથે બોડિગાર્ડ શેર સલમાનના જામીનને લઇને કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે.

 

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!