GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

75 રૂપિયા પ્રથમ કમાણી કરનાર સલમાનખાન આજે છે આટલા કરોડ રૂપિયાનો માલિક

સલમાન ખાન લગભગ ૩૦ વરસથી મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે. તેના જીવનમાં ચડતી-પડતીઓ આવી છે પરંતુ તેણે સતત સંઘર્ષ કરીને બહાર આવતો જોવા મળ્યો છે. સલમાનખાન આજે દબંગ નેતા ગણાય છે. જેની ફોલફોલોવિંગ એટલી જબરજસ્ત છે કે તેની ફિલ્મ આરામથી 100 કરોડનો આંક પસાર કરી લે છે. આજે બોલિવૂડમાં સલમાનનું એકચક્રી શાસન ચાલે છે. સલમાન દિલદાર પણ એટલો જ છે. જેને ઘણી હિરોઈનોને કેરિયર બનાવવામાં મદદ કરી છે.

75 રૂપિયા પ્રથમ કમાણી હતી

સલમાને કારકિર્દી શરૂ કરી ત્યારે તેને પ્રથમ વળતર રૂપિયા ૭૫ મળ્યું હતું. આ તેની પ્રથમ કમાણી હતી. સલમાન એક સમયે ઓછી ફી માં કામ કરવા રાજી થતો હતો. પરંતુ આજે તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે. આ વરસે ફોર્બર્સે સલમાનની કમાણી વરસની રૂપિયા ૨૩૩ કરોડ ગણાવી છે. તેનું નામ સૌથી વધુ કમાનારા અભિનેતાઓની યાદીમાં છે.

તે દુનિયાના ૧૦ મા સોથી અમીર એકટરમાં મનાય છે. સલમાની કુલ સંપત્તિ ૨૧૦ મિલિયન ડોલર એટલે કે ૧૪૮૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સલમાન વિવિધ વિજ્ઞાપનો દ્વારા પણ કમાણી કરી લે છે. એક વિજ્ઞાપન માટે તે રૂપિયા આઠથી દસ કરોડ વસૂલે છે. તે દર વરસે રૂપિયા કરોડો રૂપિયાનો ઇનકમ ટેક્સ ભરે છે. તેમજ બિગ બોસ જેવી સિઝન હોસ્ટ કરવાના એક દિવસના ૧૩થી ૧૪ કરોડનો ચાર્જ કરે છે.

દર મહિને રૂપિયા ૮૦ લાખ ભાડા પેટે મળે છે

સલમાનની પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો, તેની પાસે મુંબઇ, દિલ્હી, નોયડા સહિતના શહેરોમાં પણ પ્રોપર્ટી છે. તેમજ વિદેશોમાં પણપોતાના ઘર છે. સલમાને એક બિલ્ડિંગ ભાડે આપ્યું છે જેના તેને દર મહિને રૂપિયા ૮૦ લાખ ભાડા પેટે મળે છે. તેની પાસે લકઝરી કારનો પણ કાફલો છે. તેના કલેકશનમાં મર્સિડિઝ, રોલ્ય રોયસ, બેન્ટલી અને ઓડી જેવી કાર છે. જેની કુલ કિંમત ૨૮ કરોડ આંકવામાં આવે છે. તે જે મુંબઇના બાંદરાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત રૂપિયા ૧૧૪ કરોડ કહેવાય છે.

Related posts

જંગલમાં કોની ચાલે?: સિંહણની ત્રાડ સાંભળી ડરી ગયા વનરાજ, વિડીયો થયો વાયરલ

pratik shah

સૌરાષ્ટ્રના ભાદર- 01 ડેમમાં આવ્યા નવા નીર, સિઝનના 7.5 ફૂટ નવા પાણીની આવક

pratik shah

બોસે પીએફના પૈસા આપવામાં સમય લીધો, કર્મચારીએ બોસના નામે અશ્લિલ સામગ્રી ઓર્ડર કરી ડેટિંગ સાઈડ પર નાંખી દીધો નંબર

Karan
Do NOT follow this link or you will be banned from the site!