GSTV
Gujarat Government Advertisement

સલમાન ખાનની તેરે નામ ફિલ્મની સિકવલ બનાવી શકે છે આ ડિરેક્ટર, ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા

Last Updated on November 21, 2020 by Karan

સલમાન ખાનની 2003માં રિલીઝ થયેલી ફિલ્મ તેરે નામ બોક્સ ઓફિસ પર સુપર હિટ પુરવાર થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાનની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા સમયથી આ ફિલ્મની સિકવલની ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મ ડાયરેક્ટર સતિષ કૌશિકે જાહેર કર્યું છે કે તેમની પાસે ઘણી વાર્તા છે જેને આધારે તેરે નામની સિક્વલ બનાવી શકાય છે.

રાધે પાત્રની વાર્તા જ્યાં અટકતી હતી તેનાથી સિક્વલ બનવાની શક્યતા

સતિષ કૌશિકે જણાવ્યું હતું કે ફિલ્મ તેરે નામમાં રાધે પાત્રની વાર્તા જ્યાં અટકતી હતી તેનાથી સિક્વલ બનવાની શક્યતા છે. આ ફિલ્મને આગળ ઘપાવવા માટે મારી પાસે કેટલીક વાર્તાઓ છે. જોકે આ અંગે હજી સુધી સલમાન ખાને કાંઈ કહ્યું નથી.

યુવાનોને સલમાન ખાનની હેર સ્ટાઇલ પણ ખૂબ જ પસંદ આવી

તેરે નામ ફિલ્મમાં સલમાન ખાનની સાથે ભૂમિકા ચાવલા લીડ રોલમાં હતી. આ ફિલ્મની વાર્તા, કલાકારોની એક્ટિંગ અને સોંગ્સ તમામ રીતે સુપર હિટ પુરવાર થઈ હતી. એ વખતના યુવાનોને સલમાન ખાનની હેર સ્ટાઇલ પણ ખૂબ જ પસંદ આવી હતી.

ફિલ્મના રાઇટ્સ તેમણે લાલ બિહારી પાસેથી લીધા

સતિષ કૌશિક હાલમાં તેમની આગામી ફિલ્મ કાગઝ માટે વ્યસ્ત છે. આ ફિલ્મના રાઇટ્સ તેમણે લાલ બિહારી પાસેથી લીધા છે. તેમણે કહ્યં કે આ ફિલ્મની વાર્તા તેમની પાસે 2003થી છે જ્યારે તેઓ માલ્ટા ખાતે ફિલ્મ ભારતનું શૂટિંગ કરી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!