સલમાન ખાનનાં રીયાલિટી શો દસ કા દમમાં જ્યારે અભિનેતા શાહરુખ ખાન આવી રહ્યો છે ત્યારે તેમાં ધમાલ થવાંની પુરી શકયતા છે. જાણવાં મળ્યા મુજબ દસ કા દમ નાં ફિનાલે માટે સલમાન ખાનની સાથે આ એપિસોડમાં જોવાં મળશે કિંગ ખાન શાહરુખ ખાન. અને તેમાં સુનીલ ગ્રોવર પણ પોતાની કોમિક ટાઈમિંગથી એંટરટેનમેંટમાં કોઈ કમી નહી રહેવા દે.
More pictures of Shah Rukh Khan and @BeingSalmanKhan celebrating @WhoSunilGrover's birthday last night on the set of #DusKaDum. ✨ pic.twitter.com/M6iujVsKLY
— SRK Universe (@SRKUniverse) August 3, 2018
તે ઉપરાંત જ્યારે આ એપિસોડ પ્રસારિત થવાંનો છે ત્યારે તેમાં જોગાનુજોગ સુનીલ ગ્રોવરનો બર્થ ડે પણ છે. જે શુટીંગ દરમીયાન તેમણે સેલિબ્રેટ પણ કર્યો હતો. આમ પ્રોડ્યુસર આ ફિનાલેને યાદગાર બનાવવાં કોઈ જ કસર નહિ છોડે!

Audience went berserk When Karan-Arjun reunited. ? Booooomm!!#DusKaDum in @iamsrk nd @BeingSalmanKhan pic.twitter.com/Erps9Woz8i
— SHANAYA MEHTA ? (@SHANAYAMEHTA_) August 3, 2018
કોમેડિયન સુનીલ ગ્રોવરે શુટિંગ દરમીયાન તેનાં ફોટો પણ મુક્યા હતા. આમ આ એપિસોડ હિલેરિયસ બની જવાની ગેરંટી છે. તે ઉપરાંત સુનીલ ગ્રોવર સલમાન ખાન સાથે આગામી ફિલ્મ ‘’ભારત’’માં એક અગત્યની ભુમિકામાં જોવાં મળી રહ્યો છે. જે આવતાં વર્ષે ઈદ દરમીયાન રીલિઝ થવાં જઈ રહી છે.
SRK, @BeingSalmanKhan on the set of #DusKaDum celebrating @WhoSunilGrover 's birthday ? pic.twitter.com/Zi1UxhRLl5
— SRK Universe (@SRKUniverse) August 3, 2018
તેમજ આ અંગે કિંગ ખાન પોતાની આગામી ફિલ્મ ‘ઝિરો’ નાં પ્રમોશનમાં વ્યસ્ત બન્યો છે. જેમાં કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ કામ કરી રહયા છે. ફિલ્મ આ ક્રિસમસ પર રીલિઝ થઈ રહી છે. જેનાં નિર્દેશક આનંદ એલ રાઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો પણ એક કેમિઓ છે. જે થોડા દિવસો પહેલાં રીલિઝ થયો હતો.