GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સલમાન ખાન હવે અા સીંગરને અાપશે સૌથી મોટી તક, ગીત સાંભળીને થયો પ્રભાવિત

સુપર સ્ટાર સલમાન ખાનના હિટ ટીવી શો બીગ બોસમાં પોતાનાથી અડધી ઉંમરની શિષ્યા સાથે પ્રવેશીને અનુપ જલોટાએ ખળભળાટ મચાવ્યો છે. હવે બીગ બોસના અન્ય કલાકારની વાત જાણવા જેવી છે. બીગ બોસમાં દીપક ઠાકુુરે ટાઇટલ ગીત ગાયું છે અને એના કંઠ તેમજ ગીતની રજૂઆતથી પ્રભાવિત સલમાન ખાન એને પોતાની એકાદી ફિલ્મમાં ગાવાની તક આપે એવી શક્યતા હોવાની વાતો વહેતી થઇ હતી.

દીપક સાવ નવો પણ નથી. અગાઉ એ ગેંગ્સ ઑફ વાસેપુર અને મુક્કાબાજ જેવી ફિલ્મોમાં ગાઇ ચૂક્યો છે. ચોક્કસ એપિસોડમાં દીપકે ગાયેલું ગીત સાંભળ્યા બાદ સલમાને સંબંધિત સૂત્રો સાથે વાત કરીને દીપક ઠાકુર વિશે વધુ માહિતી મેળવી હતી.દીપક વિશે એણે માગેલી માહિતીની વાત પ્રસરતાં એવી વાતો પણ વહેતી થઇ હતી કે સલમાન દીપક કને પોતાની એકાદ ફિલ્મમાં ગીત ગવડાવશે.

જો કે હજુ સલમાન ખાને પોતે આ વિશે કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત કરી નથી. પરંતુ એ નવોદિત પ્રતિભાઓને તક આપવા માટે પંકાયેલો છે. હાલ એની રજૂ થવા જઇ રહેલી ફિલ્મ લવ યાત્રીમાં એ પોતાના બનેવી આયુષ શર્મા અને નવોદિત અભિનેત્રી વરીના હુસૈનને પહેલીવાર તક આપી રહ્યો છે. સદગત અભિનેત્રી નૂતનની પૌત્રી અને પોતાના બાળપણના દોસ્તના પુત્ર ઝહીરને પણ એ તક આપી રહ્યો છે. શક્ય છે, ભવિષ્યમાં યોગ્ય સમયે એ દીપક ઠાકુરને પણ આવી તક આપશે.

Related posts

રણબીર કપૂર સાથેના બ્રેકઅપ પર કેટરીના કૈફે તોડ્યું મૌન, કહી આ હ્રદયસ્પર્શી વાત

Bansari

રાજકોટ: કાર સાથે ત્રણ લોકો પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાયા, બેનો થયો આબાદ બચાવ અને એક લાપતા

pratik shah

લક્ષણો વિનાના દર્દીઓ માટે કોરોના છે સાયલન્ટ કિલર, આવી રીતે થાય છે મોત, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!