GSTV
Home » News » સલમાન ખુર્શીદે કહ્યું, 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને ગઠબંધનથી દૂર રાખવી યોગ્ય નથી

સલમાન ખુર્શીદે કહ્યું, 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને ગઠબંધનથી દૂર રાખવી યોગ્ય નથી

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને ચેતવણી આપી છે. ખુર્શીદે જણાવ્યુ કે, 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર રાખવી એ યોગ્ય નથી. આમ કરવાથી ઉત્તર પ્રદેશમાં ભાજપને લાભ થઈ શકે છે.

રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો છે કે, પીએમ પદના ઉમેદવારની પળોઝણમાં પડ્યા વગર મહાગઠબંધન પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં ઓછી આંકવી ન જોઈએ.

ખુર્શીદે વધુમાં જણાવ્યુ કે, 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવો કર્યો હતો. કોંગ્રેસ હમેશા અનેક બેઠક પર નિર્ણાયક રહી છે. જેથી બસપા અને સપાએ  કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર કરવી ન જોઈએ.

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

ઇવીએમમાં ગડબડ કરી હોવાનું કબુલનારા ભાજપ નેતા બક્શિસસિંહ પ્રામાણિક : રાહુલ

Kaushik Bavishi

આરએસએસને છેલ્લાં 90 વર્ષથી નિશાન બનાવાય છે : મોહન ભાગવત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!