GSTV

શું સરોજ ખાનની સારવારનો ખર્ચ સલમાન ખાન ભોગવતો હતો? બહેન અલવીરાએ પણ મદદ કરી હતી.

Last Updated on July 4, 2020 by Mansi Patel

બોલિવૂડ  કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મુંબઇના બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. તેમના મૃત્યુને કારણે ઇન્ડસ્ટ્રીને વધુ એક આંચકો લાગ્યો છે. 24 જૂને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ સરોજ ખાનનું નિયમિત ડાયાલિસિસ પણ થતું હતું.

એક અહેવાલ મુજબ સરોજ ખાનની સારવારનો ખર્ચ સલમાન ખાનની  ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવતો હતો. સલમાન ખાનની બહેન અલવીરા અગ્નિહોત્રીએ પણ સરોજ ખાનની સારવાર માટે મદદ કરી હતી. સરોજ ખાનનું ઘર મલાડ વિસ્તારમાં છે અને તેમની સારવાર બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં ચાલી રહી હતી. સલમાન ખાન બાંદ્રા વિસ્તારમાં જ રહે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સલમાન ખાન હંમેશા જરૂરતમંદોને મદદ કરવામાં આગળ હોય છે. જોકે, અભિનેતાએ તેના ફાઉન્ડેશનથી થતી મદદ વિશે ક્યારેય મીડિયામાં વાત કરી નથી. આ  ફાઉન્ડેશન સલમાન ખાનની બહેન અલવીરા અગ્નિહોત્રી અને પિતા સલીમ ખાનની દેખરેખ હેઠળ કાર્ય કરે છે.

સરોજ ખાન તાજેતરમાં કામ અંગે થોડા ચિંતિત હતા. તે સમયે  સલમાન ખાન સરોજ ખાનને મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેણે પોતાની આવનારી ફિલ્મમાં સરોજખાનને કામ આપવાનું વચન પણ આપ્યું હતું. જોકે, આ વચન પૂરું થાય તે પહેલા જ  સરોજ ખાનના મૃત્યુના સમાચાર આવી ગયા. સલમાન અને સરોજ ખાને ‘બીવી હો તો એસી’ અને ‘અંદાજ અપના અપના’ ફિલ્મ સહિતની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!